TIK TOK સ્ટાર કીર્તિ પટેલની કરાઈ હતી ધરપકડ, જાણો શું છે તેની પાછળ નું કારણ

જૂનાગઢના ભેંસાણમાં ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કરાયો છે. ગુજરાતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં, જૂનાગઢના ભેંસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરાઈ છે. કીર્તિ પટેલ અને તેના સાથીઓ પર યુવકને ધમકાવવા અને માર મારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલે વીડિયો અપલોડ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભત્રીજા પર અપશબ્દો બોલવાનો આરોપ લગાવ્યો હતો અને ધમકી પણ આપી હતી.

માહિતી અનુસાર, કીર્તિ પટેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેને જુનાગઢમાં રહેતા ભેંસાણના યુવક જમન ભાયાણીને મારવાની ધમકી પણ આપી હતી. એટલુ જ નહિ, તદઉપરાંત કીર્તિ પટેલ પોતાના સાથીદારો સાથે જમન ભાયાણીને માર મારવા ભેંસાણ પણ પહોંચી ગયા હતા.

તે સમયે પોલીસે તમામની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે કીર્તિ પટેલ કંઈ કરે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની સાથે જ કીર્તિ પટેલ તેમજ તેના સાથીઓ પર ગુનો પણ કરવામાં આવ્યો છે. અને પોલીસ તેમની પાસેથી બે કાર પણ જપ્ત કરવામાં આવી છે. તેની સાથે જાણવા મળ્યું કે, કીર્તિ પટેલ દ્વારા જે જમન ભાયાણીની ધરપકડ કરવામાં આવી હતી, તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભત્રીજા હોવાનું બાર આવ્યું છે.

ભૂપત ભાયાણી જુનાગઢની વિસાવદર સીટથી જીત પ્રાપ્ત કરી હતી. કીર્તિ પટેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર જે ધમકીભર્યો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો તેમાં જણાવ્યું હતું કે, ભૂપત ભાયાણીના ભત્રીજા દીકરીઓની વિરુદ્ધ અપશબ્દો બોલવામાં આવ્યા છે. આ કારણોસર હું ભેંસણ જઈ રહી છું. જો મને કંઈ પણ થયુ તો તેની જવાબદારી ભૂપત ભાયાણીને રહેશે.

ભેસાણના નવા બસસ્ટેશન સામે રહેનાર 48 વર્ષનાં જમનભાઈ બાવાભાઈ ભાયાણી વિરુદ્ધ કિર્તી પટેલ છેલ્લા ધણા સમયથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બેફામ બોલી રહી હતી. તેમજ જમનભાઈ ભાયાણીને વીડિયોના માધ્યમથી અપશબ્દો બોલીને માર મારવાની ધમકી પણ આપતી રહેતી હતી. પોલીસે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય આરોપી ભરત ભરવાડને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે મહત્વ ની બાબત તો એ છે કે આ અંગે કીર્તિ પટેલ એ કહ્યું છે કે આ બનાવ અંગે તે કઈ જાણતી નથી. જ્યારે સેટેલાઈટના કેસ માં બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હોવાનું તેણે કહ્યું હતું.