રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આજે 27 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 37 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. જ્યારે 52 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 14 ઈંચ જેટલો નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં 12 ઇંચ વરસાદ વરસ્યો. હજુ આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ ઈશ્યું કરાયું છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં 12 ઇંચ વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં સાડા દસ ઈંચ જેટલો વરસાદ, જૂનાગઢના માળિયા હાડી માં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 27 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 37 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. જ્યારે 52 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે.