અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા પુત્રના પિતાનો વલોપાત જોઇને હૈયું ધ્રુજી જશે.

અમદાવાદ(Amadavad):રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે,ત્યારે અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં  ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો,તો એક પિતા ડોક્ટરને પોતાનો દીકરો મૃત હોવા છતાં પમ્પિંગ કરવા અને વેન્ટિલેટર પર રાખવા આજીજી કરતા હતા,આ દૃશ્યો જોઇ સૌ કોઈની આંખો માં આંસુ આવી ગયા હતા.આ દૃશ્યો હૃદય કંપાવનારા હતા, કારણ કે, એક પિતાએ પોતાના વાહલસોયાના ગુમાવ્યો હતો અને હૈયાફાટ રુદન કરી રહ્યા હતા.

મૃતકનાં સ્વજનોએ હોસ્પિટલમાં આક્રંદ અને હૈયાફાટ રુદન કરતા ગમગીની છવાઈ ગઈ હતી.એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં મૃતકો 9 જેટલા યુવાનો છે. હજી તો આ યુવકો પોતાની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરવા માટે અમદાવાદમાં આવ્યા હતા અને તેઓ આ ગંભીર અકસ્માતનો ભોગ બનતા જીવ ગુમાવવો પડ્યો છે.

એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ ઉપર મોડી રાત્રે ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા અકસ્માતને જોવા ઊભેલા લોકોને જેગુઆર કારના ચાલકે અડફેટે લેતા 9 લોકોનાં મોત નીપજ્યાં છે.જેમાં ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ),નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ),અમનભાઈ, અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા),રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ),અરમાન અનિલભાઈ વઢવાણીયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર),અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ),કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ),અને એક ઓળખાયેલ નથી