સુરતમાં 7 દિવસમાં ઝાડા-ઊલટીથી 8 બાળક સહિત 9નાં મોત,માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.

સુરત{surat):સુરતમાં ઝાડા-ઊલટીના કેસોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે અને હવે આ રોગ બાળકો માટે જીવલેણ બની રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ બે માસૂમ બાળકોનાં ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યાં છે. એક 7 વર્ષની બાળકી અને 4ની બાળકીનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 4 દિવસમાં 10 વર્ષથી નાનાં 7 બાળકનાં મોત નીપજ્યાં છે.

વેસુમાં આભવા ચોકડી ખાતે આવેલી અવધ એરફોલ નવનિર્મિત બિલ્ડિંગ ખાતે મજૂરીકામ કરી ત્યાં જ શ્રમજીવી પરિવાર રહે છે. પિતાએ જણાવ્યું હતું કે રાતે 1 વાગ્યે ઝાડા-ઊલટી શરૂ થયાં હતાં. થોડી રાહત થતાં સૂવડાવી દીધી હતી. જોકે સવારે ઊઠી જ ન હતી અને ત્યાં જ મોત થઈ ગયું હતું.

પાંડેસરામાં ચીકુવાડીમાં રહેતા મોહનભાઈ ગાવીત એ જણાવ્યું હતું કે સવારે અચાનક તારા દીકરીની ની તબિયત લથડી તો નજીકના મેડિકલ સ્ટોર પરથી દવા લાવી પીવડાવી હતી. ત્યાર બાદ બપોરે 12:30 વાગે ફરી તાવ આવતાં દવા પીવડાવી હતી. દરમિયાન તારાને શ્વાસ ચઢવા લાગ્યો હતો. દોડીને સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ હતી.

મિલન પોઇન્ટ પાસે એક ખોલીમાં તેમની સાળી અને સાઢુની સાથે રાતવાસો કરવા રોકાયા હતા. આ દરમિયાન તેમના છ વર્ષના પુત્ર વિકાસને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત ખૂબ જ લથડી પડી હતી. સવારે સિવિલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો.

ડિંડોલીના સાંઈનગરમાં રહેતા 2 વર્ષના રુદ્રાક્ષને અચાનક ઝાડા-ઊલટી શરૂ થઈ ગયાં હતાં,બાદમાં તેની તબિયત લથડતાં તેને તાત્કાલિક પરિવાર દ્વારા સારવાર માટે સિવિલ લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.