6 મહિનામાં 87 હજાર ભારતીયોએ નાગરિકતા છોડી વિદેશી બન્યા ,મોટાભાગના લોકો અમેરિકા અને પછી ઓસ્ટ્રેલિયા ગયા છે .

લોકસભા સાંસદ પી ચિદમ્બરમે વિદેશ મંત્રીને પૂછ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા ભારતીયોએ નાગરિકતા છોડી દીધી છે?સંસદમાં લેખિત જવાબમાં જયશંકરે કહ્યું- 2011થી અત્યાર સુધીમાં 17.5 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. આમાંના મોટાભાગના લોકો અમેરિકા ગયા છે.તેમણે કહ્યું કે સરકારે આ બાબતે ધ્યાનમાં લીધું છે અને મેક ઈન ઈન્ડિયા હેઠળ આવા ઘણા પ્રયાસો કર્યા છે, જેથી દેશમાં રહીને નાગરિકોની પ્રતિભાને વધારી શકાય. સરકારે કૌશલ્યો અને સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપ્યું છે.

અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોનો ઊંડો અભ્યાસ કરનાર આર્થર ડબલ્યુ. હેલવેગના મતે ભારત છોડવા પાછળનું સૌથી મોટું કારણ રુપિયા છે.ભારતમાં એવરેજ લેબર કોસ્ટ પ્રતિ કલાક રૂ. 170, યુકેમાં રૂ. 945 અને યુએસમાં રૂ. 596 છે. આ સાથે આ દેશોમાં લેબલ લો નું કડકપણે પાલન કરવામાં આવે છે. એટલા માટે લોકો આ દેશોમાં કામ કરવાનું પસંદ કરી રહ્યા છે.

બંધારણ સુધારણા નાગરિકતા અધિનિયમ 1955 મુજબ, ભારતમાં કોઈ બેવડી નાગરિકતા નથી. એટલે કે એક વ્યક્તિ જેની પાસે ભારતની નાગરિકતા છે તે વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા માટે લાયક નથી. આવી સ્થિતિમાં લોકો વિદેશ ગયા, ત્યાં પોતાનું કામ-કાજ સેટલ થઈ જાય અને આનાથી ભારતમાં તેમની નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જાય છે.