તથ્યના પિતાએ કહ્યું ,તથ્ય સાથે કારમાં હુ ન હતો,મેં કોઇ ગુનો કર્યો નથી,તો મને જમીન મળી જવા જોઈએ.

અમદાવાદ(Amadavad):અમદાવાદમાં બ્રીજ પર થનારા અકસ્માતે સૌ લોકોના કાળજા કંપાવી દીધા હતા,માત્ર 7 દિવસમાં ચાર્જશીટ દાખલ થયાની અમદાવાદના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે.તથ્યને લીધે 9 નિર્દોષ લોકોના જીવ ગયા હોવાથી તેના વિરુદ્ધ અનેક કલમ હેઠળ ગુના નોંધ્યા છે,તથ્યને 10 વર્ષ કે તેથી વધારે વર્ષની સજા થઇ શકે છે.

આરોપી પ્રજ્ઞેશ પટેલે ગ્રામ્ય કોર્ટમાં કરેલી જામીન અરજીમાં રજૂઆત કરી છે કે, તે પુત્ર તથ્ય સાથે કારમાં નહતો. કોઇ ગુનો કર્યો નથી. ઘટના બન્યા બાદ તે સ્થળ પર ગયો હતો.

તથ્યને ટોળાએ  ખુબ જ માર્યો હોવાથી તેની સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. આથી  તેને જામીન પર મુકત કરવો જોઇએ.,કોર્ટની સુનાવણી શુક્રવારે થશે.

આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થવાથી ગુનાની ગંભીરતા ઘટી જતી નથી અને ચાર્જશીટ પછી જામીન અરજીમાં આરોપીના અન્ય અકસ્માતના ગુના પણ કોર્ટ જામીન અરજી વખતે ધ્યાનમાં લે છે.