ભાવનગરમાં રોડ પર એક્ટિવા લઈને જઈ રહેલા વૃદ્ધને રખડતાં ઢોરે અડફેટે લેતા મોત.

ભાવનગર(Bhavanagar):આજ કાલ રોડ પર રખડતા ઢોરે ખુબ જ આતંક મચાવ્યો છે,રખડતા ઢોર ને લીધે ખુબ જ અકસ્માત સર્જાય છે,હાલમાં જ ભાવનગરમાંથી ઘટના સામે આવી છે,ભાવનગર જિલ્લાના મહુવામાં રખડતા ઢોરે એક વૃદ્ધનો જીવ લીધો છે.

મળતી માહિતી મુજબ,ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા રોડ પર એક્ટિવા લઈને જઈ રહેલ ૬૭ વર્ષના પ્રદીપભાઈ પરશુરામભાઈ ત્રિવેદી ને રસ્તા પર ગાય આડી પડતા માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા., જ્યાં તેનું  ટુકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઇજાગ્રસ્ત થતા તેમને પ્રથમ સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર ભાવનગર પંથકમાં રખડતા ઢોરે ખુબ જ આતંક મચાવ્યો છે .