સુરતમાં ખમણની દુકાન ચલાવતા પટેલ યુવકનું બ્રેઇનડેડ,પરિવારે અંગદાન કરીને 5 લોકોને નવજીવન આપ્યું…

સુરત(surat):રાજ્યભરમાં ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે,જેમાં લોકો મોત પછી પણ લોકોને નવજીવન આપતા હોય છે,સુરતમાં વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે, લેઉવા પટેલ સમાજના બ્રેઈન્ડેડ 34 વર્ષીય સંજય વિનુભાઈ મુંજપરાના પરિવારે ડોનેટ લાઇફના માધ્યમથી સંજયના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું છે.

મળતી માહિતી મુજબ,મૂળ અમરેલી જિલ્લાના 34 વર્ષીય સંજય વિનુભાઈ મુંજપરા કામરેજમાં આવેલી શાલીગ્રામ ફ્લોરા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા.,પરિવારમાં પત્ની, ચાર વર્ષ અને બે વર્ષના બે દીકરા છે, સંજયભાઈ શાયોના પ્લાઝા પાસે ખમણ ની દુકાન ચલાવતા હતા.

15 સપ્ટેમ્બર ના રોજ પોતાની દુકાને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક બાઈક સ્લીપ થઈ જતા  સંજયભાઈ બેભાન થઈ ગયા હતા. સંજયભાઈ ને 108 મારફતે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, સારવાર બાદ તેમને વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું.

સંજયભાઈ ના પત્ની રીનાબેનએ જણાવ્યું હતું કે,મારા પતિતો આ દુનિયામાં નથી રેવાના,પરંતુ એના અંગોથી બીજા લોકોને જીવનદાન મળતું હોય તો અમે અંગદાન માટે તૈયાર છીએ.,પરિવારજનો તરફથી અંગદાન ની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. બે કિડની પૈકી એક કિડની સુરતની મેટાસ હોસ્પિટલ અને બીજી કીડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ને ફાળવવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.દાનમાં મેળવવામાં આવેલા લીવર નું ટ્રાન્સપ્લાન્ટ ડીસાના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. બે કિડની પૈકી એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ સુરતની મેટાસ હોસ્પિટલ અને બીજી કિડની નું ટ્રાન્સપ્લાન્ટ વડોદરા ની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું છે.

જ્યારે હૃદય,ફેફસા, હાથ, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીના 105 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે.