ગાંધીનગર (Gandhinagar ):નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે.
જ્યારથી ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલીસીસ યોજના શરૂ થઇ ત્યાર થી લાખો દર્દી ઓ તેના લાભ હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલો માં ફ્રી ડાયાલીસીસ સારવાર સારી ગુણવત્તા સાથે લઇ રહ્યા છે.સાથે જ એસોસિએશનના હોદ્દેદારોનો આરોપ છે કે PMJAYના લાભાર્થીઓને સારવાર નહીં આપો તો હૉસ્પિટલનું જોડાણ રદ કરી દેવામાં આવશે અને સરકાર પાસેથી લેણા નીકળતા નાણા પણ અટકાવી દેવામાં આવશે તેવી ચીમકી મળી રહી છે.
ગુજરાત રાજ્ય માં એક વર્ષ માં 1.3 કરોડ PMJAY ડાયાલીસીસ સારવાર થાય છે, જેમાંથી 1.02 કરોડ (78%) PMAJY ડાયાલીસીસ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે.આયુષ્યમાન યોજના હેઠળ ડાયાલિસિસ માટે ખાનગી હૉસ્પિટલને બે હજાર ચૂકવાય છે. પરંતુ આ રકમ ઘટાડીને એક હજાર 1650 કરવામાં આવી છે. એટલે કે 17 ટકાનો ઘટાડો કરાયો છે. જેથી એસોસિએશને ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રાખવાનું એલાન કર્યું છે.
આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટરમાં ડાયાલિસિસની સાથે સાથે દવાઓ અને ઇન્જેકશનો, લેબ રીપોર્ટસ, સેન્ટ્રલ એસીની સુવિધા, ખાવાપીવાની સુવિધા, આવા જવાના ૩૦૦ રૂપિયા અને કિડનીનાં નિષ્ણાત સાહેબ દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે.