ઘણી વખત લોકો એવા કામ પણ કરે છે, જેના કારણે વર્લ્ડ રેકોર્ડ પણ બને છે. ક્યાંય પણ આગના સમાચાર સાંભળીને જ લોકો ડરી જાય છે. હમણાં એક એવો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને કોઈ પણ ડરી શકે છે,જેને જોઈને તમે પણ દંગ રહી જશો.
આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના શરીરને આગ લગાવ્યા બાદ દોરડાની મદદથી ઊંચી ઈમારતમાંથી નીચે આવે છે. આ સ્ટંટ કરનાર વ્યક્તિનું નામ જોસેફ છે.એક ઉંચી ઈમારત પર ઉભેલો આ વ્યક્તિ પોતાના શરીરમાં આગ લગાવે છે. આ જોત જોતામાં આગની જ્વાળાઓ વધુ તીવ્ર બની જાય છે.
પોતાના શરીરમાં આગ લગાવીને, દોરડાની મદદથી આ વ્યક્તિએ અત્યાર સુધીનું સૌથી લાંબુ અંતર કાપ્યું છે. જોસેફે પોતાના શરીરમાં આગ લગાવીને મહત્તમ 61.45 મીટર નું અંતર કાપ્યું છે.. નીચે ઉતર્યા બાદ ત્યાં હાજર સિક્યોરિટી એક્સપર્ટે તેના શરીરની આગ બુઝાવી દીધી હતી. જોસેફે આ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, વાસ્તવમાં આ એક પ્રકારની સ્પર્ધા છે જેમાં વ્યક્તિએ આખા શરીરને આગ લગાડવી પડે છે અને વાયર પર લટકતી વખતે વધુમાં વધુ અંતર કાપવું પડે છે.