માં મોગલ હાજર હજૂર છે,માં પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મનના ધારેલા કામ અચૂક પુરા કરે છે,કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉ ગામે આવેલો મા મોગલનું મંદિર લાખો લોકોના આસ્થાનું પ્રતીક છે. વડવાળા મોગલ તરીકે ઓળખાતા આ મોગલધામ ખાતે દરરોજ હજારો લોકો શીશ નમાવે છે તો રવિવારે મંદિર બહારનો વિશાળ મેદાન વિવિધ જિલ્લાઓથી આવેલી ગાડીઓથી ભરાઈ જાય છે.
મનની કોઈ અધૂરી ઈચ્છા પૂરી થાય તે માટે લોકો પોતાના શ્રદ્ધા ના કેન્દ્ર ખાતે અનેક પ્રકારની માનતાઓ માનતા હોય છે. તેવું જ એક આસ્થાનું કેન્દ્ર છે કચ્છનું મોગલધામ. માત્ર કચ્છ અથવા ગુજરાત નહીં પરંતુ દેશ પરદેશથી લોકો ખાસ અહીં બાળક માટે માનતા માનવા આવે છે.
માનતા પૂરી થયા બાદ પૈસા ચડાવવા આવતા લોકો પાસેથી એક પણ રૂપિયો અહીં સ્વીકારવામાં આવતો નથી. રસપ્રદ વાત તો એ છે કે આ મંદિરે માત્ર હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ દંપતી પણ બાળકની માનતા માને છે અને અહીં માનતા માન્યા બાદ મુસ્લિમ દંપતીઓના ઘરે પણ બાળકો જનમ્યા છે.
ભાવનગર થી આવેલા વિશાલ પરમારે જણાવ્યું હતું કે,તેના ઘરે 3 પેઢીથી દીકરી નહોતી,ઘરે બધાને દીકરીની ખુબ જ ઈચ્છા હતી,માં મોગલ પર આસ્થા ને શ્રદ્ધા રાખી માનતા કરી,તો માં મોગલ એ તેના ઘરે દીકરી આપી માનતા પૂરી કરી હતી.