સુરતમાં ઉત્રાણ-મોટા વરાછા હવે ડિજિટલ વેલી કહેવાશે,મુંબઈ-દિલ્હીની કંપનીઓની ઈન્કવાયરી પણ શરૂ.

સુરત(surat:કોઈ વિસ્તારનું  નામ બદલવાની  સંસ્થા કાર્યક્રમ યોજે તેવી રાજ્યની પ્રથમ ઘટના સુરતના ઉત્રાણ-મોટા વરાછામાં બની છે. આ વિસ્તારનું ‘ડિજિટલ વૅલી’ કરવા સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલે અભિયાન ચલાવ્યા બાદ શુક્રવારે નામકર કરી દેવાયું છે. હવે દર વર્ષે 1 માર્ચે ડિજિટલ વૅલી દિવસની ઉજવણી પણ કરાશે.

છેલ્લાં એક અઠવાડિયામાં 25,000 હજાર લોકોએ ગુગલમાં ડિજિટલ વૅલી નામ સર્ચ કર્યું હતું, નામ બદલવાને કારણે ઉત્રાણ-મોટા વરાછામાં સોફ્ટવેર કંપનીઓ સ્થાપવા માટે મુંબઈ, દિલ્હી, અમદાવાદની કંપનીઓએ ઈન્કવાયરી પણ શરૂ કરી છે.

સુરતમાં  મોટા-વરાછા ઉત્રાણમાં માત્ર 3 કિલોમીટરમાં 8500થી વધારે ઈ-કોમર્સ કંપનીઓ પણ છે. આ કંપનીઓ દ્વારા વિવિધ ઈ-કોમર્સ કંપનીઓ અને વેબસાઈટ દ્વારા પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. ઉત્રાણ કે મોટા વરાછાના લોકોને કદાચ ખબર નથી, પણ ગુગલમાં સર્ચ કરશો તો નામ ડિજિટલ વૅલી દેખાશે.

4 વર્ષ પહેલાં આઈટી કંપનીઓ વિશે જાણવાની શરૂઆત કરી તો ખબર પડી કે, ઉત્રાણ-મોટા વરાછાના પીનકોડમાં 200 કંપની હતી. આજે 500થી 700 છે, જેથી નામ ડિજિટલ વૅલી અપાયું છે.