AAPના ધારાસભ્યનો ધડાકો, ભાજપના રાષ્ટ્રીય નેતાએ કહ્યું કે…

ગાંધીનગર: આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મોટો ખુલાસો કર્યો છે. abp અસ્મિતા ચેનલ પર ચૈતર વસાવાએ મોટો ખુલાસો કરતા રાજકારણ ગરમાયું છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો દાવો કરતા કહ્યું કે, ચૂંટણી બાદ ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ સંપર્ક કર્યો હતો. નેતાઓએ ધારાસભ્યો તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પક્ષ છોડ્યા વગર ભાજપને સમર્થન આપવાની વાત કરી હતી. અન્ય ધારાસભ્યો તૈયાર છે, તમે પણ આવી જાવ તેવું કહ્યું હતું. વસાવાએ વધુમાં કહ્યું કે, લોભ, પ્રલોભન અને લાલચ બધું જ હતું.

આદ આદમી પાર્ટીના નેતા સામે જાણો કયા મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ

આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાંડેસરા વિસ્તારના આપ નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. આજે 12 વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે આપ નેતા ગૌતમ પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે ગૌતમ પટેલે 2 લાખ વ્યાજે આપ્યા હતા. જેના બદલામાં 4.50 લાખ વસુલયાહતા અને સાથે સાથે 12 લાખના પ્લોટની ફાઇલ કબજે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વોન્ટેડ જાહેર કરાયેલા આપ નેતા ગૌતમ પટેલની પત્ની નીતા ગૌતમ પટેલ સુરત શહેર આપ મહિલા પ્રમુખ છે.

દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત રાખવા સંસદમાં કરી રજૂઆત

સાંસદ મિતેષ પટેલ દ્વારા સંસદ સત્ર દરમ્યાન India નામની જગ્યાએ ભારત અથવા ભારત વર્ષ રાખવા સદનમાં વિષય ઉઠાવ્યો છે. હાલ દિલ્હી સ્થિત શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમ્યાન india નામ બદલવા રજુઆત કરવામાં આવી છે. અંગ્રેજોના સમયમાં ભારતને India નામથી સંબોધન કરવામાં આવતું હતું. ગુલામીના ચિન્હોને દૂર કરવા સંસદમાં રજુઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઈન્ડિયા નામની જગ્યાએ દરેક ડોક્યુમેન્ટ પર ભારત અથવા ભારત વર્ષનું નામ આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 સીટો મળવા પામી છે તો બીજી તરફ આપના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ Vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધી વાતોને અફવા ગણાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું. તેમજ કોઈ ભાજપના નેતા સાથે હું સંપર્કમાં નથી અને હું ભાજપમાં જોડાવાનો નથી.