નોરા ફતેહીએ FIFA World Cup ની ક્લોઝિંગ સેરેમનીમાં જમાવ્યો રંગ, શાનદાર પર્ફોમન્સે દર્શકોના જીતી લીધા દિલ

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તેના દમદાર ડાન્સ માટે જાણીતી છે. નોરા ફતેહીએ રવિવારે ફિફા વર્લ્ડ કપ ફાઇનલ 2022ના ક્લોઝિંગ સેરેમની દરમિયાન અદભૂત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. નોરા ફતેહીના પરફોર્મન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ‘લાઇટ ધ સ્કાય’ ગીત પર નોરાનું આ ડાન્સ પરફોર્મન્સ દરેક જગ્યાએ છવાઈ ગયું છે. લોકો નોરાના વખાણ કરતાં થાકતા નથી.

કતારના લુસેલ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફાઇનલ મેચ પહેલા સમાપન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન બી-ટાઉનની ફેમસ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના ડાન્સ પરફોર્મન્સથી ઘણો જ રંગ જમાવ્યો છે. આ દરમિયાન નોરાનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નોરા ફતેહી ‘લાઈટ ધ સ્કાય’ ગીત પર અદ્ભુત સિંગિંગ અને ડાન્સિંગ પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. નોરા ફતેહી બ્લેક કલરના ડ્રેસમાં ફિફા વર્લ્ડ કપ 2022ના સમાપન સમારોહના મંચ પર જોરદાર ડાન્સ કરી ધમાકો મચાવી રહી છે. તેના શાનદાર પ્રદર્શનથી નોરાએ લુસેલ સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. નોરા ફતેહીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોરાના આ ડાન્સ વીડિયોને ચાહકો પણ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

 

આ કલાકારો સાથે નોરાએ રંગ જમાવ્યો

નોરા ફતેહી ઉપરાંત અમીરાતી પોપ સ્ટાર બાલ્કીસ, ઇરાકી સંગીતકાર રેહમા રિયાદ અને મોરોક્કન ગાયક માલાને FIFA વર્લ્ડ કપ 2022ની ગત રાત્રે ‘લાઇટ ધ સ્કાય’ ગીત દ્વારા ટુર્નામેન્ટના સમાપન સમારોહને વધુ ધમાકેદાર બનાવ્યો હતો. નોરા ફતેહીએ આ સેલિબ્રિટીઓ સાથે સ્ટેજ શેર કરીને બોલિવૂડનું નામ રોશન કર્યું છે.