સુરત (Surat): સુરતમાંથી વધુ એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 9 માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી.
માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ.સિટીલાઈટના ક્રિસ એસ્કલેવ ખાતે 9માં માળે રહેતા હીરાવેપારી જીગર વિદાણીનો પુત્ર અને જાણીતા હીરાવેપારી ચંદ્રકાંત સંઘવીનો દૌહીત્ર અયાન(14) જાણીતી સ્કૂલમાં ધોરણ 9માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. સોમવારે સાંજે અયાન ટ્યુશનેથી ઘરે આવ્યો હતો. તેના પિતા જીગરભાઈ તેમની કાર રિપેરીંગ કરાવવા ગયા હતા અને ઘરે કોઈ હાજર ન હતું.
જોકે, અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મોત અંગે સુરતના ઉમરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી કરી હતી.મહત્વનું છે કે 14 વર્ષીય મૃતક અયાનનું મોત એક આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, મૃતકના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા બાદ મોતની હકીકત સામે આવી શકે છે.