સુરતમાં BRTS બસનો ધડાકાભેર અકસ્માત, બસમાં સવાર મુસાફરો ઉછાળી પટકાતા ઈજાગ્રસ્ત

સુરત (Surat):સુરતની સિટી અને બીઆરટીએસ બસ અકસ્માતોને લઈને સતત વિવાદમાં રહે છે. ત્યારે આજે બીઆરટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. બસના ચાલકે ઓવર ટેક કર્યા બાદ કાબુ ગુમાવતા બસ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સાઈડમાંથી ઘૂસી ગઈ હતી.

સુરતમાં વીઆર મોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સાઈડમાંથી ઘૂસી જતા ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા ચાર મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા.બસમાં સવાર મુસાફરો બાદમાં ઉછાળી પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા. ચાર પૈકી બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતને લઈ ભાગદોડ મચી ગઇ હતી. બસ ચાલક બસમાંથી ઉતરીને ફોન પર વાત કરવા લાગ્યો હતો. ત્યારબાદ 108 આવી જતા ઇજાગ્રસ્ત ચાર પૈકી બેને સારવાર માટે સિવિલ રવાના કરી દેવાયા હતા.