જંબુસર ના વેડચ ગામ ખાતે વિધવા મહિલાની ગળું કાપી કરપીણ હત્યા કરતા ચકચાર

જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાની ગળું કાપી હત્યા કરાતા ચકચાર,પોલીસે વધુ તપાસ હાથધરી

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથક ની હદ માં આવેલ નવીનગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક વિધવા મહિલા ૪૧ વર્ષીય ઊર્મિલા બેન મહેન્દ્રસિંહ જાદવ ગળું કાપી હત્યા ને અંજામ અપાયો હોવાની ઘટના સામે આવતા પંથક માં ભારે ખળભળાટ મચ્યો છે, ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતક ની લાશ નો કબ્જો મેળવી તેને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું સામે આવી રહ્યું છે,

હાલ વિધવા મહિલાની હત્યા શુ કારણ સર કરવામાં આવી છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસ ના ધમધમાટ શરૂ કર્યા છે, મહત્ત્વની બાબત છે કે પોલીસ મથક ની નજીક માંજ આવેલ નવી નગરી વિસ્તારમાં મહિલાની કરપીણ હત્યાને અંજામ અપાયા બાબત લોકો વચ્ચે પણ ચર્ચાનું કેદ્ર બની છે,તેમજ ઘટના બાદ સ્થળ પર લોક ટોળા પણ જામ્યા હતા,મકાન ના બેડ પર જ સુતેલ મહિલાનું તીક્ષ્ણ હત્યાર વડે ગળું કાપી હત્યારાએ હત્યાને આપ્યો હોવાનું પ્રાથમિક જાણકારી માં સામે આવી રહ્યું છે,