વડોદરાના લસુન્દ્રામાં પાઠશાલા હોસ્ટેલમાં ધો.10ની વિદ્યાર્થિનીને લાગ્યો વીજ કરંટ, પરિવાર પોતાની દીકરી ખોઈ બેસતા ચોધાર આંસુએ રડ્યા ..

વડોદરા (Vadodra ):અત્યારે ચોમાસાની ઋતુને કારણે અવારનવાર વીજ કરંટ થી અકસ્માતના બનાવ સામે આવે છે ,એવામાં વડોદરા જિલ્લાનાસાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં પાઠશાલા સ્કૂલ અને હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.

મળતી જાણકારી મુજબ ,મૂળ રાજસ્થાનના બાંસવાડાની અને પાઠશાલા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષની ખુશી રાજુભાઈ તીરઘરને વીજ કરંટ લાગતા મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખુશીના મૃતદેહને સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં પોસ્મોર્ટમ માટે મોકલી આપ્યો હતો .

વાયરમાં ક્રેક હતો અને ત્યાં પાણી ભરાયેલુ હતું તો, શું વીજ કરંટથી તેનું મોત થયું છે, તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, તપાસ ચાલી રહી છે. ત્યાં કીચડ હતો અને પાણી ભરાયેલુ હતું. તે સાચી વાત છે, પણ આવું કેવી રીતે થયું તેની તપાસ ચાલી રહી છે

લસુન્દ્રા સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકે જણાવ્યું હતું કે, આજે રવિવાર હોવાથી બાળકો બહાર રમી રહ્યા હતા અને એક્ટિવિટી કરી રહ્યા હતા અને ખુશી પણ ત્યાં હાજર હતી.  અમે તેને તુરંત જ હોસ્પિટલમાં લઇ ગયા હતા. રસ્તામાં તેનો શ્વાસ ચાલુ હતા, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.