સુરતમાં આડેધડ ઉભા કરેલા સિટી બસ સ્ટેશનની ખૂબ જ દયનીય હાલત ,સિટી બસના સ્ટેન્ડ પર ગધેડા બાંધવામાં આવ્યા…

સુરત (Surat ): સુરત શહેરમાં  સીટી બસને લઈ વારંવાર વિવાદ ઉભા થાય છે .એવામાં એક મજાક ઉભી થાય તેવી ઘટના સામે આવી છે .એક તરફ કોર્પોરેશન કરોડો રૂપિયાની ખોટ ખાઈને BRTS અને સિટી બસ દોડાવી રહ્યું છે. તો બીજી તરફ જે ખર્ચા કરવામાં આવી રહ્યા છે તે પણ લેખે લાગી રહ્યા નથી. આડેધડ ઉભા કરેલા સિટી બસ સ્ટેશનની હાલત શહેરભરમાં ખૂબ જ દયનીય છે.

બસ સ્ટેન્ડનો ઉપયોગ મુસાફરોને બેસવા માટે થતો હોય છે, પરંતુ સુરતમાં તો અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે. સુરતના પાલનપુર વિસ્તારમાં સિટી બસના સ્ટેન્ડ પર ગધેડા બાંધવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ઘેટા બકરા પણ સિટી બસ સ્ટેન્ડ પર જ બાંધીને મૂકવામાં આવી રહ્યા છે.શહેરની અંદર સિટી બસ અને BRTS બસ સ્ટેન્ડનો ઉપયોગ ઘણા લોકો રહીને બસેરા તરીકે, ઘણા લોકો પોતાની જાહેરાતોને લટકાવવા માટે અથવા તો અન્ય સ્ટોર ઉભા કરી દેવા માટે પણ કરતા દેખાય છે.

સર્વે કર્યા વગર જાણે કોન્ટ્રાક્ટરોને લાભ આપવા માટે બસ સ્ટેન્ડ ઉભા કરી દેવામાં આવે છે. અધિકારીઓ પણ આ ખાડા કામ કરીને આ બધી વાતોને ગંભીરતાથી લેતા નથી.