જામનગરમાં એકસાથે પાંચ લોકોની અર્થી ઊઠી:અંતિમયાત્રા નીકળતાં સમગ્ર વિસ્તારમાં સૌ કોઈની આંખો ભીની થઇ , એક ઘટનામાં બે પરિવાર વિખેરાણા ..

જામનગર (Jamnagar ): મળતી જાણકારી મુજબ ,જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ મંગેએ થોડા દિવસો પહેલાં સેકન્ડ હેન્ડ કાર ખરીદી હોવાથી  શનિવારે તેમનાં પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશીઓ સાથે જામનગર નજીક આવેલા સપડા ડેમ ફરવા ગયા હતા.

અહીં તમામ પાંચેય લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા બે પરિવારો પર આભ ફાટ્યું હતું. સિદ્ધ મહેશભાઈ મંગે મહેસાણા ખાતે એ્ન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને શુક્રવારે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો અને શનિવારે પરિવાર સાથે નજીકમાં જ આવેલા સપડા ડેમ ખાતે ફરવા ગયો હતો.મહેશભાઈ મંગે જામનગરમાં તેમના પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. પુત્ર પણ મહેસાણા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.

મંગે પરિવારના ત્રણ સભ્યોની સાથે પાડોશમાં જ રહેતા દામા પરિવારનાં અનિતાબેન વિનોદભાઈ દામા અને તેમનો પુત્ર રાહુલ દામા પણ ગયાં હતાં. આ તમામ પાંચ લોકો સપડા ડેમમાં નાહવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત નીપજ્યા હતાં..દામા પરિવારમાં વિનોદભાઈને તેમના પત્ની અનિતાબેન અને પુત્ર રાહુલ વિલાપ કરતા છોડી ગયા છે. .