અમદાવાદમાં શાકભાજી લેવા નીકળેલા દંપતીને ટ્રકે અડફેટે લેતા પત્ની નીચે પટકાઈ , બે દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી..

અમદાવાદ (Amdavad ); શહેરોમાં અકસ્માતો બંધ થવાના નામ જ લેતા એવામાં અમદાવાદમાંથી હદય થંભી જાય તેવો અકસ્માત સામે આવ્યો છે . મળતી જાણકારી મુજબ ,અમદાવાદના જુહાપુરામાં રહેતું દંપતી ઘરેથી શાકભાજી લેવા માટે એક્ટિવા લઈને નીકળ્યું હતું. જોકે, રસ્તામાં આઇસર ટ્રકે તેમની એક્ટિવાને અડફેટે લેતા મહિલા નીચે પટકાયા હતા.

જોકે ચાલકે બ્રેક મારવાને બદલે ટ્રક ચલાવી મૂકતા ટાયર પત્ની પરથી ફરી વળ્યું હતું. આ બનાવમાં રૂક્સાનાને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્નીના શરીર પરથી ટ્રકનું ટાયર પસાર થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.  તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ ફરજ પરના તબીબે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.

ઈમ્તિયાઝ ખાન નોકરી કરે છે, જ્યારે તેમની પત્ની રૂક્સાના નાનું મોટું કામ અને સિલાઈ કામ કરતા હતી. તેમને બે દીકરીઓ છે જેમાંથી  મોટી દીકરી 17 વર્ષ અને નાની દીકરી 13 વર્ષની છે. આ બનાવ બાદ પોલીસે આઇસર ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, આ અગાઉ માર્ગ અકસ્માતમાં અનેક નિર્દોષોના મોત નિપજ્યા છે.