તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટે સાબરમતી જેલમાં ધકેલ્યો અને તથ્યના ૫ દિવસના રિમાન્ડની માંગણી …

અમદાવાદ (Amdavad):અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના સોમવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. 9 લોકોની જિંદગી છીનવી લેનાર નબીરો અને પિતાને જ્યારે કોર્ટ રૂમમાં લાવવામાં આવ્યા ત્યારે કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો.કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસ કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવપક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી હતી. સરકારી વકીલ પી.એમ. ત્રિવેદીએ 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. બાવીસીની કોર્ટમાં આરોપીને રજૂ કરાયો હતો.

નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલને સીધા જેલમાં ધકેલાયા છે. કોર્ટે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. જ્યારે તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. મિરઝાપુર કોર્ટે તથ્ય પટેલના 24 તારીખ સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે.

સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. કારમાં ઉપસ્થિત લોકોની પણ તપાસની જરૂર છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ-તપાસમાં સહકાર આપતો નથી