હવામાં ઊડતા તથ્ય-પ્રજ્ઞેશ પટેલે ભોંયતળિયે રાત વિતાવી,બાપ દીકરે પોલીસ સ્ટેશનમાં જમીન પર બેસી પેપર ડિશમાં સરકારી ટિફિન જમ્યા

અમદાવાદ(Amadavad):અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને જોઇને લોકોને ખુબ જ ગુસ્સો આવી રહ્યો છે,તથ્ય પટેલે લોકોને ફૂટબોલ ની જેમ હવામાં ઉછાળ્યા હતા.નવ પરિવારનો માળો વિખેરનારા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસ સ્ટેશનમાં સબક શિખવાડવામાં આવ્યો હતો.

વૈભવી જીવન જીવતા બાપ દીકરાએ આખી રાત ભોય તળિયે વિતાવી હતી,અને સરકારી ટિફિન જમ્યા હતા.

તથ્ય પટેલ પોતાની વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા માટે  ખુબ જ બદનામ હતો. પોતાની સાથે દેખાડો કરવા માટે યુવતીઓ અને મિત્રોને સાથે રાખતો.

તેની પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતો હતો. કાફેમાં  જતો અને બાપના રૂપિયાનો ધુમાડો કરતો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે તે એક કોફીના 500થી 700 રૂપિયા ચૂકવતો હતો. તેની સાથે આવતા તમામનો ખર્ચો પણ તે જ ઉપાડતો હતો. રોજનો 5-10 હજાર રૂપિયા ખર્ચ કરતો તથ્ય પટેલ નવ લોકોનાં મોત બાદ પણ તેના મોઢા પર જરા પણ શરમ ન હતી.

પોલીસ સ્ટેશનના બીજા માળે આવેલા એક રૂમની અંદર પ્રજ્ઞેશ પટેલને બેસવા માટે ખુરસીની વ્યવસ્થા થઈ હતી, જ્યારે તેના મળતિયા પોલીસ સ્ટેશનમાં આંટા મારતા દેખાતા હતા.પરંતુ  એક સિનિયર આઇપીએસ અધિકારીએ આરોપીઓને આરોપીઓની જેમ જ સાચવવા અને તેને તેના ગુનાનો અહેસાસ કરાવવા માટેની કડક સૂચના આપ્યા બાદ આખું દૃશ્ય ફરી ગયું હતું.

સાંજના સમયે બાપ-દીકરાને પેપર ડિશમાં સરકારી વ્યવસ્થા પ્રમાણે ભોજન આપવામાં આવ્યું હતું. અનેક લોકોનાં ઘરમાં મોત બાદ ચૂલો સળગ્યો નહોતો;ત્યારે આ  બાપ દીકરાએ ધરાઈને ખાધું હતું.