સ્ટુડન્ટ વિઝા પર UK ગયેલા પતિએ પત્ની સાથે સંબંધો કાપી નાખ્યા,ભાભીની એકલતાનો લાભ લઈ દિયર અઘટિત માગ કરતો, જાણ હોવા છતાં સાસુ-સસરા તમાશો જોતાં રહેતાં.

ગાંધીનગર(Gandhinagar):આજ કાલ ગુજરાતીઓને ખુબ જ વિદેશ જવાનો મોહ થયો છે,આજે ગાંધીનગરથી સામે આવેલો કિસ્સો થોડો વિપરીત છે, પરંતું આ ઘટનામાં પણ પરિવાર તો વિખેરાઇ જ ગયો છે.

ગાંધીનગરના ઝુંડાલમાં ગંગા રેસિડન્સી પાછળ આવેલી એક સોસાયટીમાં રહેતી શિક્ષિકાનો પતિ લગ્નના એક વર્ષ પછી સ્ટુડન્ટ વિઝા પર યુકે  ગયો હતો. ત્યારે ભાભીની એકલતાનો લાભ ઉઠાવી બાહોમાં  ઝકડી લઈ શારીરિક સંબંધો રાખવા ત્રાસ આપતો હતો.,આ વાતની જાણ સાસુ સસરાને હોવા છતા  તે લોકો કઈ જ બોલતા ન હતા.

ગાંધીનગરના ઝુંડાલમાં રહેતી અને થલતેજની સ્કૂલમાં નોકરી કરતી 29 વર્ષીય શિક્ષિકાના લગ્ન ચાંદખેડાના યોગીનગર ખાતે રહેતા યુવક સાથે ફેબ્રુઆરી – 2020માં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા, આથી એ લગ્નજીવનના હક્ક ભોગવવા માટે તે પતિ, સાસુ-સસરા અને કુંવારા દિયર સાથે સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેવા લાગી હતી. ત્યારે આશરે દોઢેક માસ પછી સાસરિયાંએ હેરાન કરવાનું  શરૂ કરી કરિયાવર બાબતે મેણાં-ટોણાં મારી પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.

ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાથી પગાર પણ ઓછો આવતો હતો, અને કોરોનાકાળના કારણે તો પગાર એકદમ નજીવો થઈ હતો. પતિ વસ્ત્રાપુરની ખાનગી કંપનીમાં નોકરી કરતો તોય સાસરીવાળા પરિણીતાને ‘ઘરનું કામ કરવા અને તું કમાય એમાં ઘર ચાલે એ માટે તને લાવ્યા’નું કહી કડવા વેણ બોલતા હતા.

પતિને અભ્યાસ અર્થે વિદેશમાં જવાનું હોવાથી વિઝા સહિતનો ખર્ચ પિયરમાંથી લઈ આવવા માટે સાસરીવાળા દબાણ કરતા હતા, જેથી ઘર સંસાર ટકાવી રાખવા માટે શિક્ષિકાએ 60 હજાર રૂપિયા વિઝાના કામ માટે આપ્યા હતા.

લગ્ન સમયે કરિયાવરમાં તેના પિતાએ આપેલા ઘરનો સરસમાન અને રાચરચીલું તેમજ 10 તોલાના દાગીના સાસુએ પચાવી પાડયાં હતાં.2021માં પતિ સ્ટુડન્ટ વિઝા પર યુકે જતો રહ્યો હતો. એ વખતે પરિણીતાને પણ પાછળ યુકે લઈ જવાનું વચન  આપતો ગયો હતો. એના થોડા વખતમાં જ પતિ ફોન કરીને કહેવા લાગેલો કે યુ.કે. લઇ જવા માટેનો ખર્ચ તારાં માતા-પિતાએ ભોગવવાનો રહેશે અને યુકેમાં રહેવા- જમવાની પણ વ્યવસ્થા જાતે કરવી પડશે.

ભાભીને ઘરમાં એકલી ભાળીને દિયર પણ કામાંધ બની જતો હતો અને ખરાબ નજરે ટગરટગર જોયા કરી વિકૃત આનંદ લેતો રહેતો હતો. એમાંય મોકો મળે તો શારીરિક છેડછાડ કરવાનું પણ ચૂકતો નહીં.

2022માં નવરાત્રિની આજુબાજુ સાસુના નાકનું ઓપરેશન કરાવ્યું હોવાથી સસરા હોસ્પિટલ રહેતા હતા, જેનો લાભ ઉઠાવી ભાભીને બાહુપાશમાં પકડી દિયરે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી, પરંતુ પરિણીતા દિયરની વાત ન મંત ભાભીને માર મારી  દિયરે સંતોષ માન્યો હતો.

સસરાને દિયરનાં કરતૂતની ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ ફરક પડ્યો નહિ. આખરે પતિને વાત કરતાં તેણે પણ હાથ અધ્ધર કરી લીધા હતા. આખરે પરિણીતાએ પિતાને વાત કરતાં સાસુએ મારઝૂડ કરી હતી.

2023માં પણ સાસુ સસરા માર મારતા તેને રૂમમાં પુરાઈ જવાની નોબત આવી હતી. આખરે યુકેથી પતિએ સંબંધ કાપી નાખતાં અને સાસુ-સસરા અને દિયરનો ત્રાસ સાસરીમાં વધી જતાં કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.