બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજીદાદાનું અવસાન,સમગ્ર પંથકમાં શોકની લાગણી.,પાર્થિવદેહને દર્શન માટે લાવવામાં આવશે.

અવાર નવાર એવા દુખના સમાચાર સામે આવતા હોય છે,જેનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળતું હોય છે,ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજી દાદાનું સુરત મુકામે દુઃખ અવસાન થયું છે. મનજીભાઈનો પાર્થિવદેહ સુરતથી બગદાણા લાવવામાં આવશે. તેમના અવસાનના સામચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ,બગદાણામાં તેઓના પાર્થિવદેહને દર્શન માટે લાવવામાં આવશે. આવતીકાલે બપોરે ત્રણ કલાકે તેઓની અંતિમયાત્રા બગદાણા મુકામે રાખવામાં આવી છે.

મનજીભાઈના દુઃખદ સમાચાર મળતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરી શોક સંદેશો પાઠવી અને દુઃખ વ્યક્ત કર્યું છે.