સુરતમાં લિફ્ટના હુકનો વાયર તૂટતાં કોમ્પ્રેશરનો બાટલો નીચે પડતાં 26 વર્ષના યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

સુરત(Surat):અવાર નવાર અચાનક જ મોતના સમાચાર ખુબ જ સામે આવતા હોય છે,હાલ સુરત શહેરમાંથી  કમકમાટી ભર્યા મોતના સમાચાર સામે આવી રહ્યા છે,જેમાં એમ્બ્રોઈડરીના ખાતાની લિફ્ટમાં સોમવારે સવારે એર કોમ્પ્રેસર ટેન્ક ઉતારવાની કામગીરી દરમિયાન લિફ્ટના હૂકનો વાયર તૂટી ગયો હતો.  તે એર કોમ્પ્રેસર ટેન્ક ઉપરથી નીચે પડી હતી. ત્યારે નીચે ઉભેલા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે પૈકી એકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ,આંજણા ફાર્મ ખાતે જય ઇન્ડસ્ટ્રીયલ વિભાગ-1માં ભાવેશ રમેશ સોનાણી એમ્બ્રોડરીનો ખાતું ચલાવે છે. ખાતામાં એર કોમ્પ્રેસર બગડી ગયું હતું.જેથી તેના રીપેરીંગ માટે 3 માણસોને બોલાવાયા હતા.

લિફ્ટના હૂકનો વાયર તૂટી જતાં તે કોમ્પ્રેસર ઉપરથી નીચે પડ્યું હતું. તે સમયે 26 વર્ષીય લલન મિશ્રા અને 40 વર્ષીય ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી નીચે ઊભા રહીને કામ કરી રહ્યા હતા. તે કોમ્પ્રેસર ટેન્ક લલનના માથા ઉપર પડી હતી. જેથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

પોલીસે માલિક ભાવેશ રમેશ સોનાણી અને રિપેરિંગ માટે આવેલા દિવ્યેશ સાવલિયા સામે ગુનો નોંધી વધુ  ઊંડાણપૂર્તવક તપાસ હાથ ધરી હતી.