ભાવનગરમાં ખેલાયો ખૂની ખેલ:સ્નેપચેટ બાબતે ઝઘડો, મિત્રોએ ગળું દબાવી પતાવી દીધો.

ભાવનગર(Bhavanagar):દિવસે ને દિવસે હત્યાના બનાવ ખુબ જ સામે આવતા હોય છે,હાલ વધુ એક ભાવનગર શહેરમાંથી મોતનો બનાવ સામે આવ્યો છે.જેમાં બે મિત્રોએ તેના એક મિત્રની હત્યા કરી નાખી હતી. થોડા મહિના પહેલાં સ્નેપચેટ બાબતે ઝઘડો થયો હતો.

મળતી માહિતી મુજબ,ભાવનગરના પાનવાડી બજરંગદાસબાપા હોસ્પિટલ સામે આવેલ અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો અને હાઈસ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતો યુવક રામ અશોકભાઈ ભટ્ટ ગત તા.8/2 ના રોજ રાત્રીના ઘરેથી તેમના મિત્રોને મળવા ગયો હતો. જે બાદ સવાર સુધી પરત ફર્યો ન હતો,ઘરેથી ફોને કરતા કહ્યું હતું કે,મમ્મી હું સન્ની-ચેતન જોડે છું ચિંતા ના કરતાં. ત્યારબાદ થોડીવારમાં યુવકનો ફોન સ્વિચઓફ થઈ ગયો હતો.

તાત્કાલિક પોલીસ માં ફરિયાદ કરતા  યુવકની લાશ મળી આવી હતી. જેથી મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

મૃતક રામ અને તેના મિત્ર અકિલને સ્નેપચેટ બાબતે મનદુઃખ હતું એવી માહિતી મળી છે.અગાઉ ચાર મહિના પહેલાં બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી ચેતન અને સન્ની દ્વારા રામનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી છે.ચાર મહિના પહેલાં રામ મારી દુકાને બેઠો હતો ત્યારે તેના સ્નેપચેટના આઈ.ડી.માં મોબાઈલ નંબર બદલાઈ ગયો હતો, રામે મોબાઈલ નંબરના ચાર આંકડા જોઈને કહ્યું હતું કે આ નંબર સન્નીનો છે, આથી રામ અને અકિલ સન્નીના ઘરે ગયા હતા, જ્યાં ઝઘડો અને બોલાચાલી થઈ હતી. આ  વાતની દાઝ રાખી હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.+

જે બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં કલમ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બન્ને આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે.