ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃતક ધર્મેન્દ્રસિંહની એક વર્ષની દીકરીને ધંધુકાના બિલ્ડરે દત્તક લીધી.

અમદાવાદ (Amdavad ):બુધવાર મોડી રાત્રે અમદાવાદના એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઓવરસ્પીડમાં કાર હંકારી નિર્દોષોને ઉડાવ્યા હતા, જેમાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા .જેમાં સુરેન્દ્રનગર શહેરના બે યુવાનો ઉપરાંત મુળ ચુડાના અને હાલ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું પણ મોત થયું હતુ. ત્યારે મૃતક પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ પરમારના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.મૃતક પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહની એક વર્ષની પુત્રીને ધંધુકાના બિલ્ડરે દત્તક લીધી છે અને તેઓ ભણવાથી લઈને લગ્ન સુધીનો આજીવન ખર્ચ ઉપાડશે.

સંઘર્ષ કરીને આગળ વધેલાં અને ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ એવાં પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારને કાવ્યા નામની એક વર્ષની દીકરી છે. આ દીકરીને વ્હારે ધંધુકાના એક બિલ્ડર આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધંધુકાના જાળીયા ગામના વતની અને વ્યવસાયે બિલ્ડર એવા ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ ધર્મેન્દ્રસિંહની એક વર્ષની દીકરી કાવ્યાને દત્તક લેવાની જાહેરાત કરી છે.

દીકરી ધર્મેન્દ્રસિંહના પરિવાર સાથે જ રહેશે પરંતુ મૃતક પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહની એક વર્ષની પુત્રીને ધંધુકાના બિલ્ડરે દત્તક લીધી છે અને તેઓ ભણવાથી લઈને લગ્ન સુધીનો આજીવન ખર્ચ ઉપાડશે.