અઢી વર્ષ પહેલાં બન્ને સાબરમતી જેલમાં મળ્યા અને મિત્ર બન્યા, હિમાંશુ વરિયાએ ખોલ્યા ચોંકાવનારા રાઝ.

અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે બધા જ લોકોના કાળજા કંપાવી દીધા છે,સવાર પડતા જ એ વાત પણ સામે આવી ગઈ કે જે કારની અડફેટે આવીને 10 લોકોએ જીવ ગૂમાવ્યો તે કાર ક્રિશ વારિયાના નામે હતી.

ક્રિશ વારિયા હિમાંશુ વારિયાનો પુત્ર છે અને હિમાંશુ વારિયા અકસ્માત કરનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના ધંધાકીય ભાગીદાર છે.  હિમાંશુ વરિયાએ પ્રજ્ઞેશ પટેલ સાથેના સંબંધો, જેગુઆર કાર તથ્ય પટેલ પાસે હોવાની ઘટના  તેમજ અકસ્માત થયો એ સમયે તેમનો દીકરો ક્રિશ વરિયા ક્યાં હતો? અને શું કરતો હતો? તે અંગેની બધીજ માહિતી આપી હતી.

હિમાંશુ વરિયાએ આપેલી જાણકારી પ્રમાણે 2020માં તેમને ત્યાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIના દરોડા પડ્યાં હતા,આ કંપનીઓ પર વર્ષ 2013થી 2017 દરમિયાન બેંક સામે 452.62 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ હતો તેથી  CBIએ  હિમાંશુ વરિયાની ધરપકડ કરી લીધી હતી,અને તેમને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાં જ હિમાંશુ વરિયાની મુલાકાત પ્રજ્ઞેશ પટેલ સાથે થઈ હતી.

ત્રણ મહિના સુધી અમે સાબરમતી જેલની એક જ બેરેકમાં નાની અમથી જગ્યામાં એક સાથે રહ્યાં હતા. હું અને પ્રજ્ઞેશ પટેલ જેલમાં સાથે જમતા, અમારી વચ્ચે વાતચીત થતી હતી અને આવી રીતે અમારો એકબીજા સાથે પરિચય થયો હતો,પ્રજ્ઞેશભાઇ કોઇ જમીન કે એવા કોઇ કેસમાં જેલમાં હશે. ખાસ એ વિશે ઊંડાણમાં કોઈ માહિતી નથી અને મેં જાણવાની પણ કોશિશ કરી ન હતી.’

20 જુલાઈના રોજ જ્યારે ધરપકડ પહેલાં પ્રજ્ઞેશ પટેલ મીડિયા સામે આવ્યા અને તેમને સવાલ કરવામાં આવ્યો કે જેના નામે આ કાર છે એ ક્રિશ વરિયા કોણ છે? ત્યારે પ્રજ્ઞેશ પટેલે જવાબ આપ્યો હતો કે ‘ક્રિશ મારા ધંધાકીય ભાગીદાર હિમાંશુ વરિયાનો દીકરો છે.’ પરંતુ હિમાંશુ વરિયા તો આ બાબતે એક અલગ જ વાત કહી રહ્યાં છે,તો શું એ સમયે પ્રગ્નેશ પટેલ જુઠું બોલ્યા.

હિમાંશુ વરિયા કહે છે, ‘મારે અને પ્રજ્ઞેશ પટેલ વચ્ચે કોઈ ધંધાકીય સંબંધો ન હતા, કોઈ પણ ધંધામાં અમે લોકો ભાગીદાર નથી.’ તેમણે જે કારથી અકસ્માત થયો  તે કાર જેગુઆરની ખરીદી સમયનો ઘટનાક્રમ જણાવ્યો એ ખૂબ આશ્ચર્યજનક છે.

જેગુઆરનો શો રૂમ પ્રજ્ઞેશભાઇ ઘરની પાસે જ હોવાથી હું અને પ્રજ્ઞેશભાઇ બંને સાથે કાર જોવા ગયા હતા, અને તેમને પસંદ આવી ગઈ. તેમણે મને કહ્યું હતું, “મારે આ કાર જોઈએ છે, મને ફેરવવા માટે આપો. કેમ કે આ ગાડી મને મારા દીકરાને અને મારી પત્નીને ખુબ જ ગમી ગઈ છે.” એટલે મેં પ્રજ્ઞેશ પટેલને કહ્યું હતું, “સારું આ ગાડી તમે લઈ જાઓ,પરંતુ મને લખાણ લખીને આપી દો. એટલે તેમણે લખી આપ્યું કે મારા પરિવારને આ ગાડી ગમી છે, મારે વાપરવા જોઈએ છે અને હું લઇ જાઉં છું.”

આ કારની ડિલિવરી પણ પ્રજ્ઞેશ પટેલે જ લીધી હતી. હું જેગુઆરને ઘરે લઈ પણ નથી ગયો. મારી પાસે બીજી ઘણી કાર છે. એટલે જેગુઆર કાર તો મારી પાસે સ્પેરમાં હતી. જેથી મેં મિત્રતામાં જ જેગુઆર પ્રજ્ઞેશભાઈને ફેરવવા માટે આપેલી હતી.