નવી દિલ્હી (Nvi Dilhi ):ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલનનું પ્રમાણ વધ્યું છે. વરસાદને કારણે બદરીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અવરોધ ઊભો થયો હતો. ચમોલી જિલ્લામાં બદરીનાથ હાઈવેમાં નંદપ્રયાગથી બદરીનાથની વચ્ચે પાંચ જગ્યાએ ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથ નેશનલ હાઈવેનો લગભગ 200 મીટર ધોવાઈ ગયો છે. હાઇવે બંધ થવાને કારણે 1000થી વધુ યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે.આ ઉપરાંત, કર્ણપ્રયાગ-નૈનીતાલ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ગૈરસેણ નજીક કાળીમાટીના ધોવાણને કારણે વાહનવ્યવહારને બંધ કરવામાં આવ્યો હતો.
હાઇવે બંધ હોવાના કારણે વિવિધ જગ્યાએ 1000થી વધારે તીર્થયાત્રી અટવાયેલા છે. યમુનોત્રી હાઇવે પર ભૂસ્ખલનનો કાટમાળ પડવાના કારણે માર્ગને બંધ કરવાની ફરજ પડી છે. તીર્થયાત્રાને રોકી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે રસ્તા પર છેલ્લા ત્રણ દિવસથી ભૂસ્ખલન જારી છે.