વિવાદિત ભીંતચિત્રોને બે દિવસમાં હટાવાશે,ઈન્દ્રભારતીબાપુએ કહ્યું- સનાતનનો વિજય થયો…

બોટાદ(Botad):સાળંગપુરમાં ભીતસુત્રો  વિષે હાલ વિવાદ ચાલી રહ્યો છે,હાલ મળતી માહિતી મુજબ,આખરે નિર્ણય સામે આવ્યો છે,કે ભીતસુત્રો હટાવવામાં આવશે,સવારે સનાતન ધર્મના સંતોની સાથે 500થી વધારે લોકો સાળંગપુર પહોંચતાં ત્યાંના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બે દિવસનો સમય માગ્યો હતો અને બે દિવસમાં આ ભીંતચિત્રો હટાવવાની ખાતરી આપી હતી.

હાલ સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક શરૂ છે. આ બેઠકમાં આચાર્ય પક્ષના ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પણ પહોંચ્યા છે. સાળંગપુર આ બેઠકમાં ભાગ લેવા માટે RSSના આગેવાનો પણ પહોંચ્યા છે. RSSના કાર્યકારી સદસ્ય રામ માધવ પણ સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા.

આજે રવિવારની રજા હોવા છતાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. વધુમાં આ મુદ્દે ઈન્દ્રભારતીબાપુએ કહ્યું કે, આ સનાતનનો વિજય થયો છે,બેઠકમાં સ્વામિનારાયણ ભગવાને બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે. જેમાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો હાજર રહેવાના તેવી જાણકારી મળી રહી છે.

બેઠકમાં શું વાતચિત થઈ તે બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત અંગે મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ જણાવ્યું હતું કે, આ વિવાદિત મુર્તી કેમ લગાવવામાં આવી અને તેનો ક્યારે નિકાલ થશે તે અંગે વાતચિત થઈ છે. સ્વામીજીએ સંતોષકારક જવાબ આપતા કહ્યું છે કે, બે દિવસની અંદર તેનો નિકાલ કરવામાં આવશે. તેમણે બે દિવસનો સમય માગ્યો છે.

સાળંગપુર મંદિરે હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 જેટલા લોકો પહોંચ્યા છે. ‘દેવી-દેવતાઓના અપમાન બંધ કરો’ જેવા અનેક ફ્લેકસ બેનર સાથે મંદિરની ફરતે રેલી યોજી હતી.