વિધવા ભાભી સાથે આડાસંબંધના વહેમમાં દિયરે ગામના યુવક પર કર્યું ન કરવાનું કામ : યુવાનને ઉતાર્યો મોતને ઘાટ

સુરત (Surat):સુરત જિલ્લામાં છાસવારે હત્યા જેવી ગંભીર ઘટના સામે આવી રહી છે. આડાસંબંધ ના વહેમમાં એક વધુ કેસ સામે આવ્યો છે  આ કિસ્સો  સુરતના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે બનવા પામ્યો  છે. આરોપી દોલત બાબુભાઈ રાઠોડ ઉ.વ ૨૭ જે મૂળદ ગામના તળાવ ફળિયામાં રહેવાસી છે. જેની એજ ગામના રાજીવ નગરમાં રહેતા અલ્પેશ વસંતભાઈ વસાવા સાથે બોલાચાલી થઈ હતી.

આરોપી અલ્પેશ વસાવાએ જણાવ્યું હતું કે “તું મારા ભાઈની પત્ની દક્ષાબેન સાથે આડો સંબંધ રાખે છે અને ઉપરથી તું મારી સાળીનું ગામના છોકરા સાથે લફરું ચાલે છે તેવી ખોટી વાતો ગામમાં કેમ  ફેલાવે છે. તેમ કહેતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વહેમમાં થયેલી બોલાચાલી એટલી ઉગ્ર બની કે, હત્યાની ઘટના સુધી રૂપાંતરિત થઇ એક પરિવારે પોતાનો ઘરનો મોભી ગુમાવ્યો છે. તો બીજા પરિવારના યુવકને જેલમાં જવાનો વારો આવ્યો છે.

આરોપીએ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી હાથમાંના લાકડા વડે જીવલેણ માર મારતા અલ્પેશ વસાવાને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.ઘટના બાદ કીમ પીએસઆઈ પી.સી સરવૈયાએ ગુનાની ગંભીરતાને લક્ષમાં રાખી આરોપીને ઝડપથી પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે  આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં કીમ પોલીસને સફળતા મળી હતી