સુરતમાં ગરબા રમતા 26 વર્ષીય યુવકનું મોત,પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો.

સુરત(Surat):રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,હાલમાં સુરતમાં ગરબા રમી રહેલા 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો.,તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પીટલ  લઇ જતા  યુવકને મૃત જાહેર કરતા પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ,પાલનપુર ગામમાં આવેલી રાજહંસ એપ્લા સોસાયટીમાં 26  વર્ષનો રાજ ધર્મેશભાઈ મોદી પરિવાર સાથે રહેતો હતો. એકનો એક દીકરો હતો અને અપરિણીત હતો. સુરતમાં જ આવેલા એક કાર શો રૂમના સર્વિસ સ્ટેશનમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. આગામી ડિસેમ્બર મહિનામાં લંડન મિકેનિકલ વિષય પર માસ્ટર કરવા જવાનો હતો.

સાંજે રાજ નોકરી પરથી આવ્યા બાદ પાલ કોમ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો.ગરબા ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ પછી પ્રથમ રાઉન્ડમાં થાકી ગયા બાદ ખુરશી પર બેઠાની બીજી સેકન્ડમાં જ રાજ ઢળી પડ્યો હતો, રાજને સારવાર  માટે હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પીએમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું કારણ સામે આવશે.રાજ પરિવારમાં એકનો એક દીકરો હતો,રાજના મોતથી પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.