સુરતમાં સાયકલ લઈને નોકરી પર જતા વ્યક્તિને ટેન્કર ચાલકે કચડી નાખ્યા… 6 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી…

સુરત(surat):રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ એક સુરતમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,ઘટનામાં પાંડેસરામાં આજે સવારે નોકરી પર જતાં પાવરલૂમ્સના કારીગરને પાણીના ટેન્કર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ,મૂળ ઉત્તરપ્રદેશના અને ડિંડોલી વિસ્તારમાં આવેલા શિવનગરમાં 50 વર્ષીય રામસજીવન હદયનારાયણ નિષાદ પરિવાર સાથે રહેતા હતા. પાંડેસરા ભક્તિનગર ખાતે પાવરલુમ્સના ખાતામાં કામ કરતા હતા. પરિવારમાં પત્ની, બે પુત્ર અને ચાર પુત્રી છે,તેઓ ખાતામાં કામ કરીને પરિવાર માટે રોજી રોતી કમાતા હતા.

સવારે રમસજીવન ઘરેથી નોકરી પર સાઇકલ લઈને નીકળ્યા હતા.સિદ્ધાર્થ નગર ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવેલા પાણીના ટેન્કરે અડફેટે લઈને કચડી નાખ્યા હતા. ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આધેડનું આમ અચાનક મોત થતા પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.6 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.