ઉત્તરપ્રદેશમાં ભાઈએ પોતાની સગી બહેનનું માથું કાપી નાખ્યું અને ગામમાં બહેનનું માથું લઇને ફરતો રહ્યો…

ઉતરપ્રદેશ (Uttarprdesh ):ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે એક હદય થંભી જાય એવો બનાવ સામે આવ્યો છે .એક ભાઈએ પોતાની બહેનનું માથું કાપી નાખ્યું.  તેણે આજે સવારે 11.30 કલાકે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે બહેનનું કપાયેલું માથું અને મૃતદેહ કબજે કરી લીધો છે. ઘટના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મિથવારા ગામની છે.

કહેવામાં આવી રહ્યું છે કે રિયાઝનો તેની બહેન સાથે ઘરમાં કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. થોડીવાર રાહ જોયા પછી તે ઘરની બહાર આવ્યો. તે પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે તેની બહેનને કપડાં ધોવા કહ્યું.ત્યારે પાછળથી રિયાઝે આવીને બહેન પર હુમલો કર્યો હતો. બહેનનું માથું અલગ કર્યા પછી તેણે માથું હાથમાં ઊંચક્યું અને પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યો.

ગામલોકો કહે છે કે, ‘રિયાઝની બહેન ગામના તેના બોયફ્રેન્ડ ચાંદ બાબુ સાથે ભાગી ગઈ હતી. 29 મેના રોજ પરિવારજનોએ યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસે યુવક અને યુવતી બંનેને ગામ બહારથી પકડી લીધાં હતાં.આ વાતને લઈને ઘરમાં ઘણો ઝઘડો થતો હતો. આ પછી રિયાઝને તેની બહેન પસંદ નહોતી. બંને વચ્ચે રોજ ઝઘડો થતો હતો. અને આ કારણે તેણે પોતાની બહેનનું માથું કાપી નાખ્યું હોવાનું માનવામાં આવ્યું પણ  રિયાઝના ચહેરા પર સહેજ પણ પસ્તાવો જોવા મળ્યો નહીં.