વારંવાર દિલ્લી-ઉતર ભારતની ધ્રૂજે છે ધરતી, શું મોટા ભૂકંપની નિશાની છે?

આ વર્ષે આ ત્રીજો આંચકો દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં અનુભવાયો હતો. જોકે, 21 માર્ચે આવેલો આ ભૂકંપ માત્ર વધારે તીવ્રતાનો જ નહોતો પણ તે 09-10 સેકન્ડ સુધી ચાલ્યો હતો. તેની તીવ્રતા 6.6 હતો, જ્યારે તેનુ કેન્દ્ર અફઘાનિસ્તાનનો કુશ વિસ્તાર હતો. આ ભૂકંપ અમાવસ્યાના દિવસે આવ્યો હતો. ઉત્તર ભારતમાં જે રીતે ભૂકંપના આંચકા વારંવાર આવી રહ્યા છે, તે કોઈ મોટા ભૂકંપનો સંકેત આપી રહ્યા છે.

દિલ્લી-એનસીઆર અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના (Earthquake) તીવ્ર આંચકા અનુભવાયા હતા. દરમિયાન, સવાલો ઉભા થઈ રહ્યા છે કે દિલ્લી-એનસીઆરમાં વારંવાર ભૂકંપ આવવા પાછળનું કારણ શું છે? છેવટે, દિલ્લીમાં જમીનની નીચે શું ચાલી રહ્યું છે, શું તે મોટા ભૂકંપની નિશાની છે?
વિશ્વભરમાં દરરોજ સરેરાશ 55 ભૂકંપ આવે છે.

યુએસજીએસ એક અમેરિકન સાઇટ જે ભૂકંપ પર નજર રાખતુ હોય છે, તે મુજબ 13 નવેમ્બરથી 14 નવેમ્બરના પ્રારંભિક કલાકો સુધી, વિશ્વભરમાં લગભગ 44 વખત ભૂકંપ આવ્યો છે. જેમાં સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ 6.1ની આસપાસ જાપાનમાં આવ્યો હતો. જોકે, જાપાન અને ફિજીની આસપાસના વિસ્તારોમાં ઘણા ભૂકંપ આવે છે. આ અમેરિકન સાઇટ જણાવે છે કે, વિશ્વમાં દરરોજ લગભગ 55 વખત ભૂકંપ આવે છે, પરંતુ તેમાંથી મોટાભાગના હળવા હોય છે. જેની તીવ્રતા 5.0 આસપાસ છે. દરરોજ 03 થી 04 ભૂકંપ 6 થી વધુ તીવ્રતાના હોય છે.

કામકેટ અર્થક્વેક કેટલોગ કહે છે કે, તાજેતરના વર્ષોમાં ધરતીકંપની સંખ્યામાં વધારો થયો છે, તેનું કારણ એ પણ છે કે, સમગ્ર વિશ્વમાં ધરતીકંપને માપવા માટેના સંવેદનશીલ ઉપકરણો વધી રહ્યા છે, અને તેઓ લાંબા સમય સુધી ભૂકંપને માપી રહ્યા છે, તેથી તેમની સંખ્યા વધી રહી છે. વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટો તરે છે. કેટલીકવાર આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. વારંવાર અથડાવાને કારણે પ્લેટોના ખૂણાઓ ઘણી વખત વળે છે અને આ પ્લેટો વધુ પડતા દબાણને કારણે તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. જ્યારે આ વિક્ષેપ પેદા કરે છે, ત્યારે તે પછી ભૂકંપ આવે છે.

સિસ્મોલૉજિસ્ટ ડૉ. રોહતાશ જણાવ્યું હતું કે, “ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. તેના કારણે સ્ટ્રેસ લેવલ વિકસે છે. એક મર્યાદા બાદ તેમાં અંશ વધી જાય છે. આ જ કારણે ભૂકંપ આવે છે. બે પ્લેટ્સના અથડામણનું કારણ છે ભૂકંપ. ઘણા લોકો ધરતીકંપની આગાહી કરવાનો દાવો કરે છે, પરંતુ તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી.

તેમણે વધુમાં કહ્યું કે, “ચીને એક વખત એવો દાવો કર્યો હતો કે પ્રાણીઓની વર્તણૂક જોઈને ભૂકંપની આગાહી કરી શકાય છે. પરંતુ, આ દાવો પણ સાચો સાબિત થયો નથી. ભૂકંપની આગાહી ત્રણ દાવાઓ પર નિર્ભર કરે છે કે ક્યારે ભૂકંપ આવશે? ભૂકંપ ક્યાં આવશે? અને ભૂકંપની તીવ્રતા કેટલી હશે? આ ત્રણ આગાહીઓ વિશે કોઈ દાવો કરી શક્યું નથી, તેથી આજ સુધી કોઈ સંશોધન સફળ થયું નથી.