પોર્ટુગલમાં ફસાઈ ગુજરાતની દીકરી, દીકરીની વાતો સાંભળી તમારી આંખો પણ ભીંજાય જશે .

વડોદરા (Vadodra ):  આજકાલ વિદેશ પરણાવવાની ઘેલછામાં અનેક ગુજરાતી યુવતીઓ વિદેશમાં પતિ દ્વારા તરછોડવામાં આવેલી, ખરાબ વર્તન અને શારીરિક ત્રાસ જેવી બાબતોનો શિકાર બનતી હોય છે, ત્યારે હાલ એક આવો જ કેસ સામે આવ્યો છે.

મળતી જાણકારી મુજબ ,વડોદરાના જિનલ વર્મા પોતાના પતિ સાથે પોર્ટુગલ ગયા હતા, જ્યાં થોડા દિવસ બધું બરાબર ચાલ્યા બાદ પતિ દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતી શરૂ થઈ હતી. એટલું જ નહીં પતિએ જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. વડોદરાની જિનલ વર્મા પોર્ટુગલમાં જાણે પોતાના પતિની નજરકેદમાં હોય તેવું જીવન વ્યતિત કરતી હતી.

પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દિકરીને હેરાન કરવામાં આવતી હતી. થોડા સમયમાં બધું મૂંગામોઢે સહન કર્યા બાદ જિનલે સમગ્ર ઘટનાની કહાની પિતાને જણાવી હતી. બાદમાં દુખી દીકરીની હાલત જાણીને સમગ્ર પરિવાર ચિંતિત બન્યો હતો. પિતાને કોઈ રસ્તો સૂઝતો નહોતો, ત્યારે તેમણે સમગ્ર ઘટના અંગે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.

આ અંગેની અરજી પોર્ટુગલ ખાતે આવેલી ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને કરવામાં આવી હતી. ત્યારબાદ પોર્ટુગલ ખાતેની ભારતની એલચી કચેરીએ આ મામલે હકારાત્મક દાખવી તેમણે કાર્યવાહી હાથ ધરી હતી.  જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દિકરીને સહી સલામત રીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. જે બાદ દિકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે. હાલમાં વતન પરત ફરતા દીકરી અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.