કબરાઉ વાળી માં મોગલ ના પરચા અપરંપાર છે.અવારનવાર આપણને માં મોગલ ના પરચા ના કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. જેમાં ભક્તો ક્યારેક તો વિદેશ માંથી પણ માં મોગલ પાસે માનેલી માનતા પુરી કરવા આવતા હોય છે.એવો જ એક કિસ્સો ફરી કબરાઉ ધામ થી સામે આવ્યો છે.
એક મહિલા એ તેના પતિ ની તબિયત માટે એવી માનતા રાખી હતી કે, તે જયારે કબરાઉ માં મોગલ માતા ને ધામ આવી ત્યારે તેણે બધી વાર મણિધર બાપુ ને કરી હતી. બોટાદ જિલ્લા માં આવેલા ખસ ગામમાં રહેતા એક પુરુષ ને કિડની ની બીમારી હતી. આ માટે તેની પત્ની એ માં મોગલ પાસે માનતા રાખી કે,પત્ની એ કબરાઉ વાળી માં મોગલ ને પ્રાર્થના કરી કે તેના પતિ ના રિપોર્ટ સારા આવશે એટલે તે કબરાઉ ધામ માં ના દર્શન કરવા આવશે.
જયારે તેના પતિ ના રિપોર્ટ કરાવવામાં આવ્યા ત્યારે માં મોગલ ની દયા થી રિપોર્ટ પણ સારા આવ્યા અને તે પત્ની તેના પતિ ને લઇ ને કબરાઉ માં મોગલ ની માનતા પુરી કરવા ગયા હતા.
પત્ની એ માં મોગલ ના ધામ માં મણિધર બાપુ ને પાંચ હજાર રૂપિયા ધર્યા. ત્યારે મણિધર બાપુ એ તેમાં એક રૂપિયો ઉમેરી ને તેને પાછા આપ્યા અને કહ્યું કે, તમારી માનતા પુરી થઇ અને કહ્યું કે માતા તો ભાવ ના ભૂખ્યા છે
કારડીયા રાજપૂત સમાજ ની આ મહિલા ભક્ત ની સાચી શ્રદ્ધા થી માં મોગલે તેના પતિ ને સાજો કરી દીધો. ખરેખર માતા ના પર્ચા અપરંપાર છે. માતા ના ધામ લોકો દૂર દૂર થી દર્શન કરવા આવતા હોય છે. લોકો ની ખોવાયેલ વસ્તુ કે, પછી અન્ય કોઈ તકલીફ માતા સામે સાચા મનથી જો પ્રગટ કરવામાં આવે તો માતા તેના ભક્તો ને ક્યારેય નિરાશ કરતા હોતા નથી.