રશ્મીના સાસરે ગયા પછી ઘર કેવું સુનુ સુનુ લાગે છે,અને એના રહેવાથી ઘરમાં ચહેલ પહેલ રહે છે…..

રશ્મીના સાસરે ગયા પછી ઘર કેવું સુનુ સુનુ લાગે છે . અને એના રહેવાથી ઘરમાં ચહેલ પહેલ રહે છે .પણ હવે તો મારી કઈ ચીજ ક્યાં છે? ક્યારે કઈ દવા લેવાની છે? અને તહેવારમાં મારે કઈ સાડી પહેરવાની છે? આ મારી બધી વાતોનું ધ્યાન મારી દીકરી રશ્મિ જ રાખતી હતી.
બધા કહે છે કે માબાપ ના ગયા પછી બાળકો અનાથ થઈ જાય છે. પણ અહીંયા તો રશ્મિના ગયા પછી એવું લાગે છે કે હું અનાથ થઈ ગઈ છું .સુનિતાજી પોતાના પતિ સંજયજીને કહે છે.

સુનીતા કઈ દીકરી પોતાના મા બાપ પાસે હંમેશા રહે છે .એકના એક દિવસ એને વિદાય લઈને પોતાના સાસરે જાવું જ પડે છે. જેવી રીતના તું આ ઘરમાં આવી તેવી જ રીતે તારી દીકરી પણ એના ઘરે ગઈ .અને તું એ કેમ ભૂલી જાય છે કે તું પણ કોઈક ની દીકરી ને વિદા કરીને લાવી છો. અગર માનો તો વહુ પણ દીકરીની સમાન જ હોય છે. સંજયજી કહે છે.

આ બધું સાંભળવામાં સારું લાગે છે. કોઈ પણ વહુ દીકરી નથી બની શકતી કેમકે પોતાની મા તો પોતાની જ હોય છે. જેટલું દુઃખ તે પોતાની મા માટે મહેસુસ કરે છે. એટલું દુઃખ પોતાની સાસુ માટે મહેસુસ કરી શકે મને નથી લાગતું કે આપણી વહુ એની માની જગ્યા મને આપી શકશે .આટલું કહીને સુનિતાજી ઉદાસ થઈને સૂઈ ગયા.

સુનીતા ખોટું ના લગાડે તો એક વાત કહું કોઈ પણ છોકરી ખરાબ નથી હોતી હાલત એવા થઈ જાય છે કે બધાની નજરોમાં વહુ ખરાબ બની જાય છે. પરંતુ સાસુ મા જેટલો પ્યાર આપે તો ખરાબમાં ખરાબ વહુ પણ દીકરીનું રૂપ લઈ લે છે. એકવાર કોશિશ કરીને જોઈ લે કદાચ તને પણ તારી દીકરીની કમી મહેસૂસ ના થાય .કેમ કે રશ્મિના ગયા પછી હવે આ ઘરમાં નેહા વહુ જ રહી ગઈ છે .સંજય જી કહે છે.

દિકરી ની વિદાય પછી મા બાપનું મન અને શરીર બંને થાકી જાય છે સુનીતાજી અને સંજયજી એટલા થાકી ગયા હતા કે સૂઈ ગયા .
અને એક બાજુ નેહા બધાના ગયા પછી આખા ઘરની સફાઈ કરી રહી હતી પછી થોડા સમય પછી નેહાએ સુનિતાજી ની બધી વસ્તુને વ્યવસ્થિત મૂકી દીધી. પછી હળવેથી સુનિતાજીના પગમાં તેલની માલિશ કરી એને ચાદર ઓઢાડી પોતાના રૂમમાં ગઈ પણ સુનીતાજી ને ખબર પણ ના પડી.

નેહા પોતાના રૂમમાં ગઈ તો એના પતિ માનવે કહ્યું આવી ગઈ મમ્મીની બધી વસ્તુઓ સરખી રાખીને. તારાથી પણ રહેવાતું નથી મમ્મીને આદત છે સવારમાં એસીડીટી ની દવા લઈને પોતાનો રૂમ સારી કરવાની. કાલ સુધી તો રશ્મી દીદી આ બધું સંભાળતા હતા પણ એ તો હવે સાસરે ચાલ્યા ગયા અને હુ એવું નથી માનતી કે એના ગયા પછી મમ્મીને એની કમીનો અહેસાસ થાય. નેહા બોલી.

તને ખબર છે કે તું ગમે તેવું કરી લે મમ્મીની દીકરી નહીં બની શકે કેમકે એ વહુ ને દીકરી બનાવવા જ નથી માંગતા. માનવે કહ્યું .

તો નેહા કહે છે કે માનવ બાબુ કોશિશ કરવા વાળા ની હાર નથી થતી અને તમને ડરતો નથી લાગી રહ્યો ને કે મમ્મી મને પોતાની દીકરી બનાવી લેશે તો એ તમારા કરતાં મને વધારે પ્રેમ કરશે.

તો માનવે કહ્યું તારી હિંમતની કદર કરું છું હવે થોડોક આરામ કરી લે. કાલથી તારું કામ વધી જશે આટલું કહીને બંને સૂઈ ગયા.

બીજા દિવસે સુનિતાજી એ પોતાના સમયે જાગીને જોયું તો એના પલંગની બાજુમાં બધી વસ્તુઓ વ્યવસ્થિત મૂકેલી છે .આ જોઈને સુનિતાજી બોલ્યા કે રશ્મી જતા પહેલા મારી બધી વસ્તુઓ વ્યવસ્થિત રાખીને ગઈ છે .

સંજય બાબુ હસીને બોલ્યા ઊંઘમાંથી જાગો સુનીતા, રશ્મી પોતાના સાસરે ચાલી ગઈ છે આ બધી વસ્તુઓ તારી વહુ એ વ્યવસ્થિત રાખી છે. ક્યારેક વિચારોમાં પણ એને યાદ કર એવું કહીને સંજયજી ચાલ્યા ગયા.

અને તેણે બહાર આવીને કહ્યું કે અરે વહુ બધા થાકીને ચૂર થઈ ગયા છે પણ તારી સ્ફૂર્તિ તો હજી એવી ને એવી જ છે .કાલે રાત્રે સૂતી હતી કે નહીં. લાગતું જ નથી કે કાલે આ ઘરમાંથી દીકરીની વિદાય થઈ છે.
પપ્પા, મમ્મીને વેરવિખેર થયેલું ઘર પસંદ નથી એટલે મેં બધું સરખું કરી નાખ્યું .નેહાએ કહ્યું.

ત્યારે જ રૂમમાંથી સુનિતાજી આવ્યા અને બોલ્યા કશું સાફ કર્યું નથી .મંદિરની રૂમમાં બધું એવું જ ફેલાયેલું પડ્યું છે .ફૂલ બધી બાજુ વિખરાયેલા પડ્યા છે .હવે હું ત્યાં કેવી રીતે પૂજા કરીશ? કહેવું સહેલું છે પરંતુ વહુ માંથી દીકરી બનવું આસાન નથી. સુનિતા જી પૂજાના ફૂલોને સાફ કરી રહ્યા હતા.
ત્યારે નેહા બોલી મમ્મી એને સાફ ના કરો. મારા મમ્મી કહેતા હતા દીકરીની વિદાય પછી 24 કલાક સુધી આ ફૂલોને આમ જ રહેવા દેવા જોઈએ કેમ કે તેનાથી દીકરીની યાદે અને એની ખુશ્બુ ઘરમાં જળવાઈ રહે છે. અને હું એવું નથી માનતી કે દીદી ની યાદ આટલી જલ્દી ધૂંધળી થઈ જાય. નેહા ની વાતો સાંભળીને સુનીતાજીની આંખોમાં આંસુ આવી ગયા.

સંજયજી બોલ્યા જો આ પોતાની નણંદ ની યાદો તાજી રાખવા માંગે છે અને તારે પોતાની દીકરીની યાદોમાંથી બહાર નીકળવું છે. હવે તું જ કહે કોને કેટલો લગાવ છે. નેહાએ આગળ વધીને સુનીતાજીના આંખમાંથી આંસુ લૂછતા બોલી દીકરીના ગયા પછી સાસુના આસુ વહુ જ લૂછે છે.

તારે સુનિતાજીને અહેસાસ થાય છે કે નેહા રશ્મિ અને ઘર માટે કેટલું વિચારે છે .પરંતુ એની જૂની માનસિકતાને વહુને દીકરી ના બનવા દીધી. સાસુના મનમાં વહુ માટે અઢળક પ્રેમ રહે છે પણ એ એક રાજની જેમ જ એ પ્રેમને દબાવીને રાખે છે .સમય વીતવા લાગે છે સુનિતાજી ધીમે ધીમે નેહા પર ભરોસો કરવા લાગે છે.

એકવાર જ્યારે રશ્મિ પોતાના ઘરે આવી ત્યારે પોતાના મમ્મીનો ભાભી પર વધતો જતો ભરોસો જોઈને એ પણ ખૂબ ખુશ થઈ. અને એણે સુનિતાજીને કહ્યું કે મમ્મી હવે મને તમારી ચિંતા નથી કેમકે હવે તમારા આસૂ લૂછવા માટે તમારી વહુએ તમારી દીકરી ની જગ્યા લઈ લીધી છે.

બધા સાસુ પોતાની વહુ પર ભરોસો રાખે તો કોઈ પણ દીકરી પોતાની મા ની ચિંતા લઈને સાસરે ના જાય .

સુનીતાજી એ પોતાના બંને હાથ લાંબા કરીને એક બાજુ રશ્મી અને બીજી બાજુ નેહા ને ગળે લગાડ્યા .

સાસુના આંસુ લૂછીને એક વહુએ ભરોસો ક્યારે જીત્યો અને એ ક્યારે વહુ માંથી દીકરી બની ગઈ ખબર જ ના પડી. અંત સારો તો બધું જ સારું.

દીકરી એ મમ્મીની ચિંતા ભાભીને આપી દીધી અને વહુએ સાસુની ચિંતા ને મા ની ચિંતા સમજીને પોતાની જવાબદારી સંભાળી.

સુનિતાજી બોલ્યા મિત્રો ભરોસા એક એવો શબ્દ છે જેના પર બધા સંબંધો ટકેલા હોય છે.
તો આ વાર્તા તમને કેવી લાગે અમને જરૂર જણાવજો