સુરતમાં માં ની મમતા લજવાઈ,માતાએ 3 વર્ષની પુત્રીને ગળું દબાવીને મારી નાંખી, પછી પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો.

સુરત(surat):રાજ્યમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવ ખુબ જ બની રહ્યા છે,સુરતમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક  પરિવારમાં પુત્રી અને પરિણીતાએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચાર મચી જવા પામી હતી. જો કે, પરિવારમાં રહેતી પરિણીતા છેલ્લા લાંબા સમયથી બીમારી હતી અને આ બીમારીથી કંટાળીને આપઘાત કરવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં આવ્યું છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શિવાન્ત બિલ્ડિંગમાં રહેતા કેયૂર કથીરિયા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેમના ઘરે તેમની પત્ની રિંકલ કથીરિયા અને તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયા  ઘણા સમયથી રહે છે.

શનિવારે બપોર બાદ ઘરે કોઈ ન હતું, ત્યારે રિંકલ કેયૂર કથીરિયાએ તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયાનું ગળું દાબીને હત્યા કરી હતી, બાદમાં પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોવાથી ધંધા અર્થે બહાર ગયા હતા.,દિયર મેડિકલ દુકાન ચલાવતા હોવાથી તેઓ પણ ઘરે ન હતા અને સસરા નોકરી કરતા હોવાથી તે પણ ઘરે હતા નહીં. જ્યારે તેમના સાસુ મંદિરે પૂજા હોવાથી બહાર ગયાં હતાં.

ઘરમાં સાંજના સમયે કોઈ ન હતું.,ત્યારે રિંકલએ પોતાની ત્રણ વર્ષની દીકરીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રિંકલની સાસુ પૂજામાંથી ઘરે આવતા વહુ અને પૌત્રીની મૃતદેહ જોતા આઘાતમાં મુકાઈ ગયાં હતાં.

 સાસુને આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ તેમને તાત્કાલિક તેમના પુત્ર અને પતિને જાણ કરી હતી. જેને લઇ તેઓ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા. સમગ્ર બનાવવાની જાણ ઉતરાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો, અને તપાસ શરૂ કરી હતી. પોલીસે  મૃતદેહને પીએમ અર્થે મોકલી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, માતા અને પુત્રીએ બીમારીના કારણે કંટાળી આપઘાત કર્યો છે.  ત્રણ વર્ષની પુત્રી વિવા કથીરિયા જન્મજાત કિડનીની બીમારીથી પીડાતી હતી. જ્યારે તેની માતા રિંકલ કથીરિયા છેલ્લાં ઘણાં વર્ષોથી પિત્તની બીમારીથી પીડાઈ રહી હતી. અનેક ડોક્ટરની દવાઓ કરવા છતાં તેમને બીમારીમાંથી રાહત મળતી ન હતી. સતત ખર્ચ થયા કરતો હતો,બીમારીથી કંટાળીને માતાએ પહેલાં પુત્રીની હત્યા કરી બાદમાં પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે.