અમદાવાદ બ્રીજ પર કેવી રીતે સર્જાયો અકસ્માત,180 ની સ્પીડથી લકજુરીયસ કાર ચલાવનાર તથ્ય કોણ છે?

અમદાવાદ (Amdavad ): અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ભયંકર અકસ્માતમાં ૯ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ સાબરમતી યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરી રહ્યો છે. તથ્યની ઉંમર 19 વર્ષની છે. કારચાલકના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત પરિવારમાં માતા છે અને  તેનું ઘર ગોતામાં આવેલું છે.

9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મહાઉસની સામે આલીશાન બંગલોમાં રહે છે. તેની એક યુટ્યુબ ચેનલ છે. જેનું નામ સફેદ જુઠ છે. યુટ્યુબ ચેનલમાં તેનું નામ સિક દર્શાવવામાં આવી રહ્યું છે. સિકનો ગુજરાતી અર્થ થાય છે બીમાર. તેણે યુટ્યુબ પર ત્રણ વિડીયો મૂક્યા છે જેમાં રેપ સોંગ પણ છે. તેજે બંગલામાં રહે છે તે  બંગલાનું નામ હરે શાંતિ છે, પણ હરે શાંતિમાં રહેતા તથ્ય પટેલે ગોઝારો અકસ્માત સર્જી 9 પરિવારની શાંતિ હણી લીધી છે. અકસ્માત થયાની ગણતરીની કલાકોમાં જ પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો છે.

તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલનાં પણ કાળાં કરતૂત સામે આવ્યાં છે. પ્રજ્ઞેશ પટેલે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી ગેંગરેપ આચર્યો હતો. એ ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા.તથ્યના પિતા વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં  સોલામાં- 2,શાહપુર- 1,રાણીપ- 1,મહિલા ક્રાઈમ- 1,ડાંગમાં NC ફરિયાદ અને ગઈકાલે  પણ  ગુનો નોંધ્યો હતો.