પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ના મંજૂર,તથ્યને બે ટાઈમ જેલ મેન્યુઅલ મુજબ ઘરનું જમવા મળશે.

 અમદાવાદ(Amadavad):અમદાવાદમાં બ્રીજ પર થનારા અકસ્માતે સૌ લોકોને ધ્રુજાવી દીધા છે, 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલમાં જેમની હવા ખાઈ રહ્યો છે,કોર્ટે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.

તથ્યને જેલમાં ઘરનું બે ટાઈમ જમવાનું મળશે. જો કે, જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે. તથ્ય પટેલની માંગણીઓ પર સરકારનો જવાબ રજૂ કરાયો હતો. અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરવા દેવામાં આવશે. જ્યારે અમદાવાદ આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યું છે.

અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189 અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે.

સૌથી મહત્ત્વની માગ તથ્ય 20 વર્ષનો હોવાથી તેણે ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી. ઉપરાંત આરોપીઓને સાથે પરિવારના સભ્યો જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે, જેને વધારવાની માગ કરવામાં આવી હતી.