9 લોકોને કચડનાર તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી, લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું..

અમદાવાદ (Amdavad ): અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે આરોપી તથ્ય પટેલ હવે ક્યારેય વાહન ચલાવી નહિ શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે.  ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મામલે તથ્ય પટેલની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી હતી. 9 લોકોને કચડનાર તથ્ય પટેલની હવે જેલમાં જુદી જુદી ફરમાઈશો શરૂ થઈ છે.

તથ્ય પટેલે કોર્ટમાં ઘરનું ટિફિન આપવાની માગ કરી છે. જેલના સળિયા પાછળ જતા તથ્યને હવે ભણવાનું યાદ આવ્યું છે. તથ્ય પટેલે કોર્ટમાં ડિસ્ટન્સ સ્ટડી માટે મંજૂરી માગી છે. નિયમોના ધજાગરા ઉડાવનાર તથ્યને હવે ભણવું છે.