9 લોકોને કચડનારા તથ્યનો પિતા ચાલતી SUVમાં ગેંગરેપનો આરોપી, ડ્રગ્સનો નશો કરી રેપ કર્યો હતો.

અમદાવાદ(Amadavad):અમદાવાદમાં બ્રીજ પર થનારા અકસ્માતે લોકોને ખુબ જ ધ્રુજાવી દીધા છે,બધા લોકોને તથ્ય પટેલ પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો છે,તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલ ગેંગરેપમાં જેલના સળિયા ગણી ચૂક્યા છે.

3 નવેમ્બર 2020ના રાજકોટની એક યુવતીએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં 4 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને નોકરી આપવાની લાલચ આપી ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ દારૂ તેમજ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો. આ નરાધમોમાં તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ,  જીતેન્દ્ર ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલનો સમાવેશ થાય છે.

રાજકોટના  મેઈન રોડ પરની સોસાયટીમાં રહેતી યુવતીને ઇસનપુરના માલદેવ ભરવાડે સ્નેપચેટ એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. કોર્પોરેટમાં  નોકરી અપાવવાની લાલચ આપી અને બન્ને વચ્ચે નંબરની આપ લે થઈ હતી.

પછી માલદેવએ લો ગાર્ડન રેડીસન બ્લુના કેફેમાં પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્રપુરી સાથે યુવતીની મુલાકાત કરાવી હતી. બન્નેએ યુવતીને આબુમાં અમારા મિત્રએ કોર્પોરેટ ઇવેન્ટ ગોઠવી છે, ત્યાં તારું કામ થઈ જશે તેમ કહી આબુ લઈ ગયા હતા. તે પછી પ્રજ્ઞેશે મારો મિત્ર ઉદેપુરમાં મળશે તેમ કહી રેડીશન બ્લુ હોટેલમાં લઈ ગયો.

જ્યાં બન્ને આરોપીઓએ યુવતીને ઠંડા પીણામાં દારૂ મિલાવી પીવડાવી દીધો અને  યુવતીને બેહોશ કરી હતી. ત્યારબાદ પ્રજ્ઞેશ અને જીતેન્દ્રએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો, જેના ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. યુવતી સવારે ઉઠી ત્યારે બન્ને આરોપીને અને પોતાને નગ્ન હાલતમાં જોઈ ચોકી  ઉઠી હતી.

આ ઉપરાંત પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યા મુજબ, તેના પર આબુ, ઉદેપુર, માંડવી અને ગાંધીધામની અલગ અલગ હોટલમાં ગેંગરેપ કર્યો. માત્ર એટલું જ નહીં, પ્રજ્ઞેશ પટેલ અને માલદે ભરવાડે ચાલતી એસયુવીમાં પણ યુવતી પર રેપ કર્યો હતો,તથ્યનો પિતા એટલો હલકટ અને નીચલી કક્ષાનો માણસ છે.

2022માં પીડિતા અને તેના મહિલા વકીલ પર ગાંધીનગરની ઇન્ફોસિટી ક્લબ અને રિસોર્ટમાં હેલ્મેટ પહરીને આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. જેથી પીડિતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને ઘેનની 10-15 ગોળીઓ ખાઈ લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.