સુરતમાં કાપડની દુકાનમાં આગ લાગતાં કાપડનો જથ્થો અને સિલાઈ મશીન બળીને ખાખ.

સુરત(surat):સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, ઘટના સ્થળે ભાગદોડ મચી ગઈ હતી.ભટારમાં એક કોમ્પ્લેક્ષમાં આવેલી કાપડની દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી.આગના પગલે કાપડનો જથ્થો, સિલાઈ મશીન સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ફાયર વિભાગને  જાણ થતા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ધુમાડો અને આગ બન્ને એકસાથે રૂમમાં ફરી વળતા લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવાઇ હતી.

ઘટનાસ્થળે કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. કોમ્પલેક્ષની આજુબાજુની દુકાનો આગની ઝપેટમાં ન આવી જાય એની તકેદારી રાખતા હતાં. જો કે, સમયસર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.