સુરતમાં સગીરાને ગર્ભવતી બનાવી તરછોડી દીધી,બદનામીના ડરથી સગીરાએ ગળાફાંસો લગાવી લીધો.

સુરત(surat):અવાર નવાર સગીર યુવતીને ફસાવવાની ને બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવે છે,સૂરમાં હાલ વધુ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ગર્ભવતી બનાવીને છોડી દેવામાં આવી હતી.

પ્રજ્ઞાનગર SMC આવાસમાં રહેતા નાના ઉર્ફે કાલુ સુરેશ ઈન્દવે આ જ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી,બાદમાં અવારનવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દીધી હતી.

આ દરમિયાન સગીરાને પાંચ માસનો ગર્ભ રહી ગયો હતો.સગીરાએ સમાજમાં બદનામ થવાના ડરથી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગી૨ાને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

સગીરાના ઘરે પણ આ પ્રેમસંબંધની જાણ ન હતી,સગીરાના પરિવારે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાના ઉર્ફે કાલુ ઈન્દવે સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.