અડધી રાતે મિત્ર નાં ઘરે જાવ છું કહીને નીકળેલા ૨૧ વર્ષીય યુવકની લાશ આવી ઘરે,પરિવાર પર દુખના પહાડ તૂટી પડ્યા.

આજે દિવસે ને દિવસે સહનશક્તિ ઘટી જતા નાની ઉમર નાં આપઘાતના કિસ્સા  ખુબ જ સામે આવી રહ્યા છે,એવો જ એક ચકચાર મચાવી દેતો કિસ્સો બારડોલી માં સામે આવ્યો છે.બારડોલીના માંડવી તાલુકામાં 21 વર્ષીય યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે.

મિત્રને પેટ્રોલના રૂપિયા આપવા ગયેલા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જુવાનજોધ દીકરાની મોતના સમાચાર સાંભળતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, અને સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

બારડોલીના માંડવી તાલુકાના મોટી ચેર ગામે રહેતો 21 વર્ષીય નીરવ જયેશભાઈ ચૌધરી રાતના લગભગ બે વાગ્યે ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે, ‘મિત્ર નું પેટ્રોલ પતી ગયું છે તેને રૂપિયા આપવા જાઉં છું.’ ત્યારબાદ લાંબા સમયે ઘરે પરત ન ફરતા પરિવારને ચિંતા થઈ હતી અને તેની શોધખોળ શરૂ કરી હતી.

તે દરમિયાન ગત 15મી મેના રોજ નિરવ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો હતો. રતનિયા ગામમાં આવેલા તળાવમાં યુવકનો વૃદ્ધે મળી આવ્યો હતો,લીસે તળાવમાંથી નીરવની લાશ બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાંબા સમયે નીરવની પેશનપ્રો બાઈક વાંકલા ગામની સીમમાં કાકરાપાર ડાબાળ કાંઠા કેનાલની બાજુમાં માંડવી થી વ્યારા જતા રોડ પર મળી આવી હતી. નીરવ સાથે શું થયું તેનું કોઈ જાણકારી મળી નથી, પોલીસ હાલ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.