રાજકોટમાં મારે કપાય જવું છે કહી બહેનને ફોન કરી યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત,બહેન રાખડી બાંધવા તરસતી રહેશે આખી જીંદગી.

રાજકોટ(Rajkot):આજ કાલ આપઘાતના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ રાજકોટમાં વધુ એક આપઘાતનો  બનાવ સામે આવ્યો છે,રાજકોટના કોટડા સાંગાણીના પડવલા ગામે રહેતા બદીયાભાઈ ૩૩ વર્ષના રમેશભાઈ પરમારે  આજે સવારે 10 વાગ્યાની આસપાસ પડવલા અને રીબડા ફાટક પાસે જઈ રેલ્વે ટ્રેક પર ઉભા  રહી ટ્રેન નીચે પડતું મુક્યું હતું.

આપઘાત કરતા પહેલા રમેશભાઈ પરમારે તેની મોટી બહેનને ફોન કરી મારે કપાય જવું છે,એમ કહીને ટ્રેન નીચે તરત જ ઝંપલાવ્યું હતું,બનાવની જાણ થતાં પરીવારજનો રેલ્વે ફાટકે દોડી ગયા હતા પરંતુ, તે પહેલા યુવકનું મોત નીપજયું હતું.

બનાવ અંગે જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી કરી હતી. યુવક મજૂરીકામ કરતો અને તેમની પત્ની વતનમાં ગયેલ હતી.,રમેશભાઈ પરમારને સંતાનમાં એક ની એક પુત્રી છે,પિતાનું અચાનક આવું પગલું ભરતા પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ક્યાં કારણસર રમેશભાઈ પરમારે આવું પગલું ભર્યું છે,તેની તપાસ પોલીસ કરી રહી છે.