અમદાવાદમાં પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડતા, 4 માસની બાળકીને વતન મૂકી આવ્યો, વિરહમાં ઝૂરતી માતાનો ફાંસો ખાઈ આપઘાત

અમદાવાદ(Amedavad):દિવસે ને દિવસે આજની યુવા પેઢીમાં સહનશક્તિ ઘટી રહી છે,તેથી આપઘાતના કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે,વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

પત્ની પાસે કામ કરાવીને રૂપિયા કમાવવા માગતો હતો.ગર્ભવતી પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. પતિ બાળકીને માતાથી દૂર કરીને તેના વતન મૂકી આવ્યો હતો. ચાર મહિનાની બાળકીથી કઈ માતા દુર રહી શકે, દૂર રહેલી માતા રોજેરોજ મરતી હતી. આખરે પતિના ત્રાસથી કંટાળીને અને પોતાની દીકરીના વિરહમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.

હરિયાણાના મનોજકુમાર જાટ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન અને હોટલનો બિઝનેસ કરે છે. તેમની ત્રણ બહેનોમાં વચ્ચેની બહેન અનુના લગ્ન સમાજના જ રીતરિવાજ પ્રમાણે રજત હુડા સાથે થયાં હતાં. લગ્ન બાદ રજત અને અનુ પોતાના વતનમાં થોડાક મહિના રહ્યાં બાદ અમદાવાદ આવ્યાં હતાં.

બહેન અમદાવાદમાં સુખી રહે અને તેને કોઈ તકલીફ ન પડે એ માટે ભાઈએ જીજાજીને પોતાની હોટલમાં મેનેજર તરીકે નોકરીએ રાખ્યો હતો.અનુ ગર્ભવતી થઈ એ સમયે તેનો પતિ રજત અન્ય યુવતીઓ સાથે મિત્રતા કેળવી ચેટ કરતો હતો ,અને તેની સાથે રિલેશનમાં હતો. આ બધી વાત અનુને ખબર પડી અને તેના સ્ક્રીનશોટ પણ મેળવી લીધા હતા.

બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. આ દરમિયાન અનુને જ્યારે રજત મારતો હતો તેનું રેકોર્ડિંગ પણ એનુએ કરી લીધું હતું, જે વાત અનુએ તેના ભાઈને કહી હતી.

બાળકીના જન્મ બાદ પણ રજતની આ હરકત ચાલુ રહી હતી.અનુને ચાર મહિનાની બાળકી હતી, એ સમયે રજત તેને નોકરી કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ હજી બાળકી નાની હોવાથી તેણે નોકરી કરવાની ના પાડી. એટલે રજત જબરદસ્તી ચાર મહિનાની બાળકીને તેની માતા પાસે વતનમાં મૂકી આવ્યો હતો.

અનુ તેની બાળકી વગર સતત પરેશાન થતી હતી અને રોજ રોતી હતી. જેથી તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ સમગ્ર મામલે અનુના ભાઈએ તેની બહેનને આત્મહત્યા કરાવનાર  બનેવી સામે ફરિયાદ નોંધાવી છે.