અમરનાથ યાત્રામાં યાત્રાળુઓ વધુ ભાવ થી લૂંટાઈ રહ્યા છે:પીવાના પાણીની બોટલના 100 રૂપિયા, જમવાના 500 રૂપિયા, રહેવાના 9000 રૂપિયા થી યાત્રિકો લુટાઈ રહ્યા છે.

વડોદરા (Vadodra): યાત્રાના પ્રારંભથી જ ભક્તોએ અમરનાથની ગુફાએ પહોંચી બાબા બર્ફાનીનાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઊઠ્યો હતો.પણ બાબા અમરનાથ અને ચારધામની યાત્રા દરમિયાન ભાવિક ભક્તો પાસેથી વધુ ભાડા વસુલ કરી લુટફાટ કરવામાં આવી રહી છે એટલું જ નહીં 370 ની કલમ ઉઠાવી લીધા છતાં પણ પ્રવાસીઓને થતી હેરાનગતિ અટકાવવી જોઈએ તેવી રજૂઆત ભાજપના કાર્યકર્તા આરટીઆઇ એક્ટિવિસ્ટ અરવિંદ સિંધાએ પ્રધાનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે .તેમણે પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં પ્રવાસીઓને થતી હેરાનગતિ અંગે જણાવ્યું છે કે, બાબા અમરનાથ યાત્રામાં જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા તેમજ શ્રાઇન બોર્ડ દ્વારા ખુબ  યાત્રિકો ને હેરાનગતિ કરવામાં આવી રહી છે.

જો કોઈ યાત્રી કાશ્મીર ક્ષેત્ર નાં શ્રીનગર કે અન્ય કોઈ પણ સ્થળે સાંજે 7 વાગે પોહચી ગયા હોય તો તેમને ત્યાં સૈનિકો દ્વારા રોકી દઈ નજીકમા કોઈ  ગોડાઉનમાં જ્યાં પંખા કે સૂવાની વ્યવસ્થા ના હોય તેવી જગ્યાએ ફરજિયાત ઉતારો આપી હેરાનગતી યાત્રિકો ને કરવામાં આવી રહી છે. ટુરીસ્ટ પાબંધી નિયમના કારણે હોટલમાં પણ જવા દેવાતા નથી.

જે યાત્રિકો લક્ઝરી બસ, કાર દ્વારા યાત્રા કરી રહ્યા છે તેઓને જમ્મુ માં રજિસ્ટ્રેશન ઓફિસ દ્વારા ડબલ રૂપિયા લઈ લૂટફાટ કરી રહ્યા છે. દેશની ભાજપા સરકાર દ્વારા 370 ની કલમ હટાવી લોકશાહી કાશ્મીરમાં લાવ્યા તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા બાબા અમરનાથ યાત્રા નાં યાત્રિકો ને આખા કાશ્મીર માં યાત્રા રૂટ સિવાય અન્ય સ્થળો એ ફરવાની છૂટ આપી નથી.

દર વર્ષે યાત્રિકો માટેના ઘોડા ટટ્ટુના દર ભાડા 2500 રૂપિયા હોય છે. આ વર્ષે હિન્દુ યાત્રિકોને લૂંટવા 7000 થી 15000 રૂપિયા લઈ લુટવામાં આવી રહ્યા છે તેથી કેન્દ્ર સરકાર દ્વારા ઓછા ભાડાના દર રૂપિયા નક્કી કરી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.તેવી રીતે ચારધામ યાત્રામાં પણ બાબા કેદારનાથ યાત્રામાં પણ પીવાના પાણીની બોટલના 100 રૂપિયા, જમવાના 500 રૂપિયા, રહેવાના 9000 રૂપિયા થી યાત્રિકો લુટાઈ રહ્યા છે.

તેથી ચાર ધામ યાત્રામાં પણ બાબા અમરનાથ યાત્રાના ભંડારા જેવા ભંડારાને મંજૂરી આપવી જેથી હિન્દુ યાત્રિકો લુટાઈ નહિ અને ગરીબ મધ્યમ વર્ગ પણ યાત્રાના દર્શન કરી શકે તેવું આયોજન કરવા યાત્રાધામ વિકાસ બોર્ડને જવાબદારી આપવા વિનંતી છે.